For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતમાં કોરોના દર્દીઓની સંખ્યા ચીનથી પણ વધુ, અમેરિકામાં સૌથી વધુ સંક્રમણ

કોરોના વાયરસ સંક્રમણના કેસ બાબતે ભારતે ચીનને પાછળ છોડી દીધુ છે. વાસ્તવમાં ભારતમાં શુક્રવારે કોરોના દર્દીઓની સંખ્યા વધીને 85,760 થઈ ગઈ.

|
Google Oneindia Gujarati News

કોરોના વાયરસ સંક્રમણના કેસ બાબતે ભારતે ચીનને પાછળ છોડી દીધુ છે. વાસ્તવમાં ભારતમાં શુક્રવારે કોરોના દર્દીઓની સંખ્યા વધીને 85,760 થઈ ગઈ. આ સાથે ભારતે ચીનને પાછળ છોડી દીધુ જ્યાં અત્યાર સુધી 84,031 કોરોના દર્દી સામે આવ્યા છે. તમને જણાવી દઈએ કે કોરોના વાયરસ ચીનના વુહાન શહેરથી જ દુનિયામાં ફેલાયો હતો. કોરોના વાયરસથી પ્રભાવિતોના આંકડા પર નજર રાખતી સંસ્થા જૉન્સ હૉપકિન્સે આ ડેટા જારી કર્યો છે જે મુજબ રાતે લગભગ 11.10 વાગે (ભારતીય સમયાનુસાર) ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 85,760 છે જ્યારે ચીનમાં આ 84,031 છે.

coronavirus

જો કે મરનારની સંખ્યાને જોવામાં આવે તો ભારત અત્યારે પણ ચીનથી ઘણી સારી સ્થિતિમાં છે. દેશમાં કોરોનાથી અત્યાર સુધી 2753 લોકોના મોત થઈ ચૂક્યા છે. વળી, ચીનમાં આ બિમારીના કારણે કુલ 4637 લોકો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. ચીનમાં કોરોના વાયરસથી મરનારનો દર 5.5 ટકા હતો કે જે ભારતમાં 3.2 ટકા છે. કેન્દ્રીય આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલયના લેટેસ્ટ આંકડાઓ અનુસાર ભારતમાં લગભગ 27,000થી વધુ લોકો રિકવર થઈ ચૂક્યા છે. વળી, રિકવરી રેટ સતત સુધરીને 34.06 ટકા સુધી પહોંચી ગયો છે.

ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસ સંક્રમિતો બાબતે હવે વિશ્વમાં ભારતનુ સ્થાન 11મુ છે. કોરોના દર્દીઓની સંખ્યા બાબતે ભારતથી 10 દેશો આગળ છે. જેમાં 14,50,136 કેસ સાથે અમેરિકા સૌથી આગળ છે. દુનિયાભરમાં 44 લાખથીવધુ લોકો કોરોના વાયરસથી સંક્રમિત છે જેમાંથી એક તૃતીયાંશથી વધુ કેસ એકલા અમેરિકામાં છે. તમને જણાવી દઈએ કે ડિસેમ્બરમાં વુહાનમાં સંક્રમણ શરૂ થયા બાદ અત્યાર સુધી દુનિયામાં ત્રણ લાખથી વધુ લોકોના મોત કોરોના વાયરસના કારણે થયા છે જ્યારે 45 લાખથી વધુ લોકો સંક્રમિત થયા છે. ચીન અને અન્ય દેશ પોતાની અર્થવ્યવસ્થાને ખોલવાની શરૂઆથ કરી રહ્યા છે. જો કે કોરોના વાયરસનુ સંક્રમણ ફરીથી ફેલાવાની ચિંતા વધી ગઈ છે.

લૉકડાઉનમાં ઘરે પાછા જઈ રહેલા 24 મજૂરોના માર્ગ અકસ્માતમાં દર્દનાક મોતલૉકડાઉનમાં ઘરે પાછા જઈ રહેલા 24 મજૂરોના માર્ગ અકસ્માતમાં દર્દનાક મોત

English summary
India crosses China with More than 85,000 Coronavirus Positive Cases.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X