For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

India Global Week 2020: પીએમ મોદીનું આજે સંબોધન, પ્રિન્સ ચાર્લ્સ પણ સામેલ થશે

India Global Week 2020: પીએમ મોદીનું આજે સંબોધન, પ્રિન્સ ચાર્લ્સ પણ સામેલ થશે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઇન્ડિયા ગ્લોબલ વીક 2020ના ઉદ્ઘાટન સત્રને સબોધિત કરશે. બ્રિટન દ્વારા આયોજિત આ ડિજીટલ કાર્યક્રમમાં આત્મનિર્ભર ભારત પર ખાસ વાત થશે, જણાવી દઇએ કે ઇન્ડિયા ગ્લોબલ વીક 2020 ત્રણ દિવસીય કાર્યક્રમ છે, જેનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથે થશે. આ વિશે પીએમ મોદીએ ટ્વીટ કરી જાણકારી આપી.

આજે ગ્લોબલ ફોરમને સંબોધિત કરશે

આજે ગ્લોબલ ફોરમને સંબોધિત કરશે

પોતાના ટ્વીટમાં પીએમ મોદીએ લખ્યું કે ઇન્ડિયા ઇંક દ્વારા આયોજિત ઇન્ડિયા ગ્લોબલ વીકને કાલે બપોરે દોઢ વાગ્યે સંબોધિત કરીશ. આ ફોરમ ઇન્ડસ્ટ્રીની વૈશ્વિક સમજ રાખનારા લોકોને સાથે લાવે છે. તેમણે કહ્યું કે આ ફોરમ વૈશ્વિક વિચારો વાળા નેતાઓ અને ઈન્ડસ્ટ્રીના કેપ્ટનની છે, જે ભારતમાં સંભાવનાઓ અને કોવિડ-19 બાદ વૈશ્વિક આર્થઇક સ્થિતિને લઇ ચર્ચા કરશે.

બી ધી રિવાઇવલઃ ઇન્ડિયા એન્ડ અ બેટર ન્યૂજ વર્લ્ડ

બી ધી રિવાઇવલઃ ઇન્ડિયા એન્ડ અ બેટર ન્યૂજ વર્લ્ડ

જણાવી દઇએ કે વર્ચ્યુઅલ કોન્ફ્રેન્સની થીમ બી ધી રિવાઇવલઃ ઇન્ડિયા એન્ડ અ બેટર ન્યૂ વર્લ્ડ છે. સૂત્રો મુજબ પીએમ મોદી પોતાના સબોધનમા ભારતના વેપાર અને વિદેશી રોકાણ વિશે વાત કરી શકે છે, કેમ કે કોરોના સંકટથી લડી રહેલ આખા વિશ્વની ઇકોનોમી પર અસર પડી છે, એવામાં પીએમ મોદી પણ ઇકોનોમીને લઇને જ વાત કરશે, એવી ઉમ્મીદ કરવામાં આવી રહી છે.

પ્રિન્સ ચાર્લ્સ પણ શામેલ થશે

પ્રિન્સ ચાર્લ્સ પણ શામેલ થશે

આજના આ ખાસ સંમેલનમાં વિદેશ મંત્રી એસ જયશંકર, રેલવે અને વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલ, નાગરિક ઉડ્ડયન અને શહેરી મામલાના મંત્રી હરદીપ સિંહ પૂરી, ઇન્ફોર્મેશન અને ટેક્નોલોજી મંત્રી રવિશંકર પ્રસાદ અને સ્કિલ ડેવલપમેન્ટ મંત્રી મહેન્દ્ર નાથ પાંડે પણ સામેલ થશે. બ્રિટન તરફથી પ્રિન્સ ચાર્લ્સ આ કાર્યક્રમમાં એક વિશેષ સંબોધન આપશે. પીએમ મોદીનું ભાષણ સૌથી પહેલાં થશે.

ચીન પાસે સીમા વિવાદો ભડકાવવાની પેટર્ન, દુનિયાએ અનુમતી ન આપવી જોઇએ: અમેરીકાચીન પાસે સીમા વિવાદો ભડકાવવાની પેટર્ન, દુનિયાએ અનુમતી ન આપવી જોઇએ: અમેરીકા

English summary
India Global Week 2020: PM modi, prince Charles to address the forum today
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X