For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતમાં કોરોના સેમ્પલ ટેસ્ટનો આંકડો પહોંચ્યો એક દિવસના 2 લાખ , ICMRનુ 3 લાખનુ લક્ષ્ય

પૉઝિટીવ કેસમાં વધારાનુ મોટુ કારણ ટેસ્ટિંગમાં આવેલા વધારાને માનવામાં આવી રહ્યુ છે. જાણો આંકડા

|
Google Oneindia Gujarati News

કોરોના વાયરસનો કહેર ભારત હજુ ચાલુ જ છે. રોજ લગભગ 15 હજાર કે તેનાથી પણ વધુ પૉઝિટીવ કેસ સામે આવી રહ્યા છે. વાત જો છેલ્લા 24 કલાકની કરીએ તો 15 હજાર 968 કેસ સામે આવ્યા. વળી, 465 લોકોના મોત થયા. એવામાં હવે દરેકના મનમાં એ સવાલ છે કે છેવટે એવુ શું થયુ કે અચાનક સંક્રમણના કેસ વધવા લાગ્યા. તમને જણાવી દઈએ કે પૉઝિટીવ કેસમાં વધારાનુ મોટુ કારણ ટેસ્ટિંગમાં આવેલા વધારાને માનવામાં આવી રહ્યુ છે. ઈન્ડિયન કાઉન્સિલ ઑપ મેડિકલ રિસર્ચ (ICMR)ના જણાવ્યા મુજબ છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ 2.15 લાખ ટેસ્ટ દેશમાં કરવામાં આવ્યા છે. ભારતમાં હવે કોરોના વાયરસના ટેસ્ટ કરવા માટે કુલ 1000 લેબ થઈ ગઈ છે. દેશમાં અત્યારે 730 સરકારી અને 270 ખાનગી લેબ છે.

corona

ટાઈમ્સ ઑફ ઈન્ડિયાના સમાચાર મુજબ ICMRએ માહિતી આપી છે કે છેલ્લા 24 કલાકમાં દેશમાં 2,15,195 ટેસ્ટ કરવામાં આવ્યા. તેમાં RT-PCR, એન્ટીજન ટેસ્ટ બધા પ્રકારના ટેસ્ટ શામેલ છે. આ પહેલા 23 જૂને જ્યારે 1,87,223 લોકોની કોરોનાની તપાસ થઈ ત્યારે 14933 નવા કેસ સામે આવ્યા હતા. 21 જૂને દેશભરમં 1,90,730 લોકોના ટેસ્ટ થયા ત્યારબાદ 15 હજારથી વધુ નવા કેસ આવ્યા. 20 જૂને કુલ 1 લાખ 89 હજાર 869 લોકોની ટેસ્ટિંગ થઈ.

ICMRનુ આગામી લક્ષ્ય રોજના 3 લાખ ટેસ્ટ કરવાનુ

ICMRના જણાવ્યા મુજબ ટેસ્ટિંગ મામલે ભારત દુનિયામાં ચોથા નંબરનો દેશ છે. અત્યાર સુધી અમેરિકા, રશિયા અને યુકેમાં જ ભારતના વધુ ટેસ્ટ કરવામાં આવ્યા છે. પ્રતિ મિલિયનના આધારે ટેસ્ટિંગ બાબતે ભારત ઘણુ પાછળ ચાલી રહ્યુ છે. ICMRનુ આગામી લક્ષ્ય રોજ 3 લાખ ટેસ્ટ કરવાનુ છે.

ભારતમાં કોરોનાની સ્થિતિ

ભારતમાં સંક્રમિતોનો આંકડો 4.56 લાખ સુધી પહોંચી ગયો છે. બુધવારે આરોગ્ય મંત્રાલય તરફથી જારી રિપોર્ટમાં અનુસાર છેલ્લા 24 કલાકમાં દેશમાં સર્વાધિક 15,968 નવા પૉઝિટીવ કેસ સામે આવ્યા છે. પહેલી વાર એક દિવસમાં સંક્રમણના આટલા દર્દી સામે આવ્યા છે. આ સાથે દેશમાં કોરોના કેસની સંખ્યા 4 લાખ 56 હજાર 183 થઈ ગઈ છે. અત્યાર સુધી 14 હજાર 476 લોકોના મોત થયા છે. જ્યારે 2 લાખ 58 હજાર 685 લોકો રિકવર થયા છે. દેશમાં કોરોનાના 1 લાખ 83 હજાર 22 સક્રિય કેસ છે.

સુશાંતના મોત બાદ છેડાયેલી નેપોટિઝમની ચર્ચા પર હવે આલિયા ભટ્ટની મા આવી સામેસુશાંતના મોત બાદ છેડાયેલી નેપોટિઝમની ચર્ચા પર હવે આલિયા ભટ્ટની મા આવી સામે

English summary
India hits 2 lakh daily COVID-19 testing target.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X