For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હૈદરાબાદ બ્લાસ્ટ : બિહાર-નેપાળ સરહદે 2 શંકાસ્પદની ધરપકડ

|
Google Oneindia Gujarati News

arrested
પટણા, 24 ફેબ્રુઆરી : હૈદરાબાદ બ્લાસ્ટના ષડ્યંત્રના મૂળ સુધી જવામાં જોતરાયેલી તપાસ એજંસીઓએ દેશના બીજા વિસ્તારોમાં ધરપકડનો દોર શરૂ કર્યો છે. આ જ સિલસિલામાં બિહાર-નેપાળ સરહદેથી પોલીસે બે શંકાસ્પદ શખ્સોની ધરપકડ કરી છે. આ શખ્શોની ધરપકડ બિહારના પૂર્વી ચંપારણ જિલ્લાના રક્સૌલ વિસ્તારમાંથી કરાઈ છે. આ બંને નેપાળ તરફ ભાગી રહ્યા હતાં.

મળતી માહિતી મુજબ ઝડપાયેલ બે શખ્સોમાં એક સોમાલિયાનો રહેવાસી છે, જ્યારે બીજો હૈદરાબાદનો રહેવાસી છે. પોલીસે બંનેને હરૈયા વિસ્તારમાંથી શનિવારે મોડી સાંજે તે વખત ઝપડી પહ્યાં કે જ્યારે તેઓ ગેરકાયદે રીતે નેપાળની સીમામાં પ્રવેશ કરી રહ્યા હતાં. તેમાંથી એકની ઓળખ હૈદરાબાદ નિવાસી મહોમ્મદ આદમ તરીકે, જ્યારે બીજાની ઓળખ સોમાલિયન નાગરિક અબ્દુલ્લા ઉમરાન મકરાન તરીકે થઈ છે. સોમાલિયન નાગરિક પાસે પાસપોર્ટ અને વીઝા નથી.

પૂર્વી ચંપારણ જિલ્લા પોલીસ અધીક્ષક ગણેશ કુમારે જણાવ્યું કે બંને શંકાસ્પદ શખ્સો પાસેથી એક લૅપટૉપ, એક કૅમેરો, મોબાઇલ ફોન સહિત ઘણી બધી વસ્તુઓ જબ્ત કરાઈ છે. કૅમેરેમાં સિકંદરાબાદ રેલવે સ્ટેશનની અનેક તસવીરો છે. કુમારના જણાવ્યા મુજબ બંનેની પ્રાથમિક પૂછપરછથી જાણવા મળ્યું છે કે બંને શખ્સો ટ્રેન દ્વારા રક્સૌલ પહોંચ્યા હતાં અને નેપાળ જવાની તૈયારીમાં હતાં. બંનેની વિરુદ્ધ આવ્રજન વિભાગના અધિકારીઓની ફરિયાદના આધારે હરૈયા પોલીસ સ્ટેશને કેસ નોંધવામાં આવ્યું છે તથા સતત પૂછપરછ ચાલુ છે.

English summary
Two foreign nationals were arrested in East Champaran district of north Bihar on Saturday, when they were allegedly trying to sneak into Nepal from the Indian side of the international border.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X