For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

SPUTNIK V વેક્સીન માટે ભારત રશિયાના સપર્કમાં, સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું

SPUTNIK V વેક્સીન માટે ભારત રશિયાના સપર્કમાં, સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ વેક્સીનના ઈંતેજાર વચ્ચે દેશમાં કોરોના વાયરસના મામલા તેજીથી વધી રહ્યા છે. મંગળવારે દેશમા કોરોના વાયરસના 60975 નવા દર્દી સામે આવ્યા, જે બાદ કુલ કેસ વધીને 31 લાખને પાર પહોંચી ગયા. જો કે રાહતની વાત એ છે કે દેશમાં કોરોના વાયરસના દર્દીનો રિકવરી રેટ પણ વધી રહ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જણાવ્યું કે હાલ કોરોનાના દર્દીનો રિકવરી રેટ 75 ટકાથી પણ વધુ છે. આ દરમિયાન સ્વાસ્થ્ય મંત્રાલયે રશિયાની SPUTNIK V વેક્સીનને લઈને એક મહત્વની જાણકારી આપી.

રશિયાથી વેક્સીન પર વિસ્તૃત રિપોર્ટનો ઈંતેજાર

રશિયાથી વેક્સીન પર વિસ્તૃત રિપોર્ટનો ઈંતેજાર

પ્રેસ બ્રીફિંગ દરમિયાન સ્વાસ્થ્ય મંત્રાલયના સચિવ રાજેશ ભૂષણે જણાવ્યુ, 'રશિયામાં રજિસ્ટર્ડ થયેલ પહેલી કોરોના વાયરસ વેક્સીન SPUTNIK Vને લઈને ભારતે રશિયા સાથે વાતચીત કરી છે. રશિયાએ આ મામલે ભારત સાથે વેક્સીનને લઈ શરૂઆતી જાણકારી શેર કરી છે અને હાલ એમને વિસ્તૃત રિપોર્ટનો ઈંતેજાર છે. વિસ્તૃત રિપોર્ટ મળ્યા બાદ વેક્સીનને લઈને આગળની વાતચીત કરાશે.'

સ્વદેશી વેક્સીનની સ્થિતિ શું છે

સ્વદેશી વેક્સીનની સ્થિતિ શું છે

જ્યારે આ દરમ્યાન આઈસીએમઆરના ડાયરેક્ટર ડૉ બલરામ ભાર્ગવે સ્વદેશી વેક્સીનની જાણકારી આપતા જણાવવામા આવ્યું કે ભારતમાં હાલ કોરોના વાયરસ વિરુદ્ધ ત્રણ વેક્સીન રેસમાં છે. જેમાંથી સીરમ ઈન્સ્ટીટ્યૂટની વેક્સીન ફેસ- 2 (બી) અને ફેસ- 3ના ટ્રાયલમાં છે. જ્યારે ભારત બાયોટેક અને જાઈડસ કેડિલાની વેક્સીન પહેલા તબક્કાનો ટ્રાયલ પૂરો કરી ચૂક્યો છે.

11 ઓગસ્ટે રશિયાએ વેક્સીન રજિસ્ટર્ડ કરાવી

11 ઓગસ્ટે રશિયાએ વેક્સીન રજિસ્ટર્ડ કરાવી

જણાવી દઈએ કે રશિયાએ ગત 11 ઓગસ્ટે મોસ્કોના ગૈમલેયા રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટ ઑફ એપિડેમિયોલોજી એન્ડ માઈક્રોબાયોલોજીમાં તૈયાર કરવામા આવેલ વેક્સીન SPUTNIK V રજિસ્ટર્ડ કરાવી હતી. રશિયાની આ વેક્સીનને લઈ વૈશ્વિક રીતે વિરોધ પણ થઈ રહ્યો છે. પરંતુ વૈશ્વિક સ્તરે વિરોધ પણ થઈ રહ્યો છે. જણાવી દઈએ કે કોઈપણ વેક્સીનને સામાન્ય લોકોના ઉપયોગ માટે પણ ત્યારે અપ્રૂવ મળે છે, જ્યારે તે હ્યૂમન ટ્રાયલના ત્રણ તબક્કા પૂરા કરી લે છે. રશિયાએ વેક્સીનને ત્રીજા ફેસનું ટ્રાયલ પૂરુ થયા વિના જ સામાન્ય લોકોના ઉપયોગ માટે અપ્રૂવલ આપી દીધું છે.

કર્ણાટકના કોંગ્રેસ અધ્યક્ષ ડીકે શિવકુમારને કોરોના પોઝિટીવ, હોસ્પિટલમાં દાખલકર્ણાટકના કોંગ્રેસ અધ્યક્ષ ડીકે શિવકુમારને કોરોના પોઝિટીવ, હોસ્પિટલમાં દાખલ

English summary
Russia Sputnik V Vaccine Coronavirus India Union Health Ministry
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X