ભારત મહિલાઓ માટે અસુરક્ષિત: કિરણ બેદી

kiran bedi
મુંબઇ, 23 ઑગસ્ટ : મહિલા ફોટોજર્નાલિસ્ટ પર સામુહિક બળાત્કાર બાદ માયાનગરી મુંબઇમાં પણ મહિલાઓની સુરક્ષા પર સવાલ ઉઠી રહ્યા છે. આ ઘટના બાદ પૂર્વ આઇપીએસ અધિકારી કિરણ બેદીએ ટ્વિટર પર લખ્યું છે કે ભારત મહિલાઓ માટે સૌથી અસુરક્ષિત માનવામાં આવે છે.

દેશની પ્રથમ મહિલા આઇપીએસ કિરણ બેદીએ ટ્વિટ કરીને જણાવ્યું કે મુંબઇમાં ફોટોજર્નાલિસ્ટ પર પાંચ લોકોએ ગેંગરેપ કર્યો. એમાં કોઇ હેરાની નથી કે ભારત જી-30 દેશોમાં મહિલાઓ માટે સૌથી અસુરક્ષિત માનવામાં આવે છે.

<blockquote class="twitter-tweet blockquote"><p>Another shame!A photo journ gangraped by 5 men in Mumbai.No wonder India is considered most unsafe place for women amongst G-30 countries</p>— Kiran Bedi (@thekiranbedi) <a href="https://twitter.com/thekiranbedi/statuses/370694493567451136">August 22, 2013</a></blockquote> <script async src="//platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>

અત્રે ઉલ્લેખનીય છે કે સેન્ટ્રલ મુંબઇના પરેલ વિસ્તારમાં એક મહિલા ફોટોજર્નાલિસ્ટની સાથે ગેંગરેપ કરવામાં આવ્યો છે. 22 વર્ષની યુવતીની સાથે એ સમયે ગેંગરેપ કરવામાં આવ્યો જ્યારે તે પોતાના મિત્રોની સાથે શક્તિ મીલમાં ફોટો શૂટ કરવા માટે ગઇ હતી. પાંચ આરોપીઓએ પીડિત યુવતીના મિત્રને બંધક બનાવી દીધો અને યુવતી પર ગેંગરેપ ગુજાર્યો.

પીડિત યુવતી હાલમાં જસલોક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જ્યાં તેની હાલત સ્થિર બતાવવામાં આવે છે. પોલીસે યુવતીના નિવેદનના આધારે ફરિયાદ દાખલ કરીને તપાસ શરૂ કરી દીધી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X