Lok Sabha Election 2024 : ચૂંટણીના આંકડા મોટા રિલીઝ કરવા મુદ્દે ઈન્ડિયા ગઠબંધનના નેતાઓ ઈલેક્શન કમિશન પહોંચ્યા
દેશમાં લોકસભા ચૂંટણીમાં ઈલેક્શન કમિશન ઓફ ઈન્ડિયાની શંકાસ્પદ ભુમિકા પર સતત સવાલ ઉઠી રહ્યા છે. હવે આ મુદ્દે ઈન્ડિયા એલાયન્સના નેતાઓએ ફરિયાદ કરી છે.
ઈલેક્શન કમિશનની શંકાસ્પદ ભુમિકા નરેન્દ્ર મોદી અને બીજેપીને ફાયદો કરાવી રહ્યાની અનેક ફરિયાદો ઉઠી રહી છે ત્યારે વિપક્ષી નેતાઓએ રૂબરૂ પહોંચીને ફરિયાદ નોંધાવી છે.

આ મુદ્દે વાત કરતા કોંગ્રેસ નેતા અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે, અમે બધા આજે ચૂંટણી પંચને મળ્યા છે અને અમારો વાંધો નોંધાવ્યો છે.
વિપક્ષી નેતાઓએ આ મુદ્દે ફરિયાદ કરી
मेरे साथ INDIA गठबंधन के साथी मौजूद हैं।
— Congress (@INCIndia) May 10, 2024
हम सभी आज चुनाव आयोग से मिलकर आए हैं और अपनी आपत्ति दर्ज कराई है।
इनमें मुख्य मुद्दे हैं:
. वोटर प्रतिशत के प्रकाशन में 11 दिन की देरी नहीं हो सकती/नहीं होनी चाहिए, लेकिन उससे ज्यादा चिंताजनक बात वोटर प्रतिशत में वृद्धि होना है।
. अगर… pic.twitter.com/ISLmu4DLvm
- મતદાર ટકાવારીના પ્રકાશનમાં 11 દિવસનો વિલંબ ન થવો જોઈએ, પરંતુ વધુ ચિંતાજનક બાબત એ છે કે મતદાર ટકાવારીમાં વધારો થયો છે.
- 2019ની ચૂંટણી સાથે તુલનાત્મક રીતે જોઈએ તો આ આંકડાઓમાં આટલો વધારો જોવા મળ્યો નથી. જો ટૂંક સમયમાં ડેટા પ્રકાશિત થશે તો અટકળો ઊભી થશે નહીં.
- વિપક્ષે ફરિયાદ ઘણા સમય પહેલા કરી હતી, પરંતુ કમનસીબે ચૂંટણી પંચે આજે અમારી મીટિંગના થોડા સમય પહેલા જ તેનો જવાબ અપલોડ કર્યો છે.
- પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ 11 ફરિયાદો કરી પરંતુ તેમના પર કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આ અંગે ટૂંક સમયમાં જવાબની જરૂર છે.












Click it and Unblock the Notifications
