ગુડ ન્યૂઝઃ ડિસેમ્બર સુધી ભારતને કોરોના વેક્સીનના 10 કરોડ ડોઝ મળી શકે
ગુડ ન્યૂઝઃ ડિસેમ્બર સુધી ભારતને કોરોના વેક્સીનના 10 કરોડ ડોઝ મળી શકે
નવી દિલ્હીઃ ભારતમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 87 લાખને પાર પહોંચી ગઈ છે. મહામારીને પગલે લોકોએ હવે તમામ પ્રતિબંધોનો સામનો કરવો પડી રહ્યો છે. કોરોના વેક્સીન ના આવી જાય ત્યાં સુધી આવા હાલાત રહેશે. આ દરમ્યાન સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઑફ ઈન્ડિયાએ એક રાહતભર્યા સમાચાર આપ્યા છે, જે મુજબ ડિસેમ્બર સુધી ભારતને ઑક્સફોર્ડ વેક્સીનના 10 કરોડ ડોઝ મળી શકે છે.

જણાવી દઈએ કે સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઑફ ઈન્ડિયાએ ઑક્સફોર્ડ યૂનિવર્સિટી તરફથી વિકસિત કોવિશિલ્ડ નામની કોરોના વેક્સીનના ઉત્પાદન માટે એસ્ટ્રાજેનેકા સાથે હાથ મિલાવ્યો છે. કોરોના વાયરસ વેક્સીનનું હાલના સમયમાં બીજા અને ત્રીજા તબક્કાનું ટ્રાયલ ચાલી રહ્યું છે. ટ્રાયલ સફળ થયા બાદ SII ઓછામા ઓછા 1 બિલિયન ડોઝનું ઉત્પાદન કરશે. SIIના સીઈઓ અદાર પૂનાવાલાએ કહ્યું કે જો કોરોના વાયરસ વેક્સીનનું ટ્રાયલ પ્રભાવી રહે છે, તો તેમનું સંસ્થાન ડિસેમ્બર સુધી દિલ્હીથી ઈમરજન્સી પ્રાધિકરણ પ્રાપ્ત કરી શકે છે.












Click it and Unblock the Notifications
