ભારતીય એર ચીફ માર્શલે આપી પાકિસ્તાનને ધમકી

આ પહેલા કાશ્મીરમાં ભારત-પાક સરહદ પર સીઝ ફાયરનું ઉલ્લંઘન અને બે ભારતીય સૈનિકોના મોત પર શનિવારે સવારે રક્ષા મંત્રી એકે એન્ટોની સાથે ઉચ્ચ કક્ષાની બેઠક કરવામાં આવી છે. જેમાં આર્મી ચીફ જનરલ બિક્રમ સિંહ અને રક્ષા સચિવ ઉપસ્થિત હતા. આર્મી ચીફે રક્ષા મંત્રીને ભારતીય સીમા પર આ ઘટના અંગે બદલાની હાલાત અંગે જાણકારી આપી છે. સૂત્રોએ જણાવ્યા પ્રમાણે હાલ એલઓસી પર સૈનિક વધારવાની જરૂરિયાતથી ઇન્કાર કરવામાં આવ્યો છે. હા, સરહદ પર ચોકીઓ વધારી દેવામાં આવી છે.
આ વચ્ચે પાકિસ્તાને એલઓસીમાં તણાવ ઘટાડવા માટે બ્રિગેડિયર કક્ષાની ફ્લેગ મીટિંગ માટે ભારતને કોઇ રિસ્પોન્સ આપ્યો નથી. પાકિસ્તાન તરફથી એવા સમાચાર છે કે પાકિસ્તાને અત્યારે તમામ સૈનિકોની રજા રદ કરી નાંખી છે. સૈનિકોને ડ્યૂટી પર રિપોર્ટ કરવા માટે કહેવામાં આવ્યું છે.












Click it and Unblock the Notifications
