For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને કહ્યુ 'કોરોનાનો ખરાબ સમય પસાર થઈ ચૂક્યો છે', વેક્સીનેશનનો પ્લાન જણાવ્યો

બધા કોરોના વેક્સીનની રાહ જોઈ રહ્યા છે, જેના વિશે કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને એક સારા સમાચાર આપ્યા છે.

|
Google Oneindia Gujarati News

Union Health Minister Dr. Harsh Vardhan to ANI on COVID-19 vaccination: દેશમાં કોરોના કેસમાં ઘટાડો થયો છે પરંતુ હજુ પણ જોખમ ટળ્યુ નથી. બધા કોરોના વેક્સીનની રાહ જોઈ રહ્યા છે. જેના વિશે કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને એક સારા સમાચાર આપ્યા છે. ANI સાથે વાત કરીને કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને કહ્યુ કે ભારતીયોને જાન્યુઆરી 2021માં પહેલો કોવિડ-19 વેક્સીન શૉટ મળી શકે છે. મારુ વ્યક્તિગત રીતે માનવુ છે કે કદાચ જાન્યુઆરીના પહેલા સપ્તાહથી ભારતના લોકોને વેક્સીન લગાવવાની શરૂઆત થઈ શકે છે.

જાન્યુઆરીથી મૂકાશે રસી, કોરોનાનો ખરાબ સમય પૂરો થયોઃ આરોગ્ય મંત્રી

જાન્યુઆરીથી મૂકાશે રસી, કોરોનાનો ખરાબ સમય પૂરો થયોઃ આરોગ્ય મંત્રી

આરોગ્ય મંત્રીએ કહ્યુ કે બ્રિટન અને અમેરિકામાં કોરોના વાયરસ વેક્સીનની રસી લોકોને મૂકવાનુ શરૂ થઈ જશે. અમારી પ્રાથમિકતા સુરક્ષા અને વેક્સીનની પ્રભાવ માટે છે. અમે કોઈ પણ મામલે સમજૂતી કરવા માંગતા નથી. જ્યારે આરોગ્ય મંત્રીને પૂછવામાં આવ્યુ કે શું ભારતમાં કોરોનાનો સૌથી ખરાબ સમય પસાર થઈ ગયો છે ત્યારે આના પર આરોગ્ય મંત્રીએ કહ્યુ કે હા, એવુ વિચારી શકાય છે. અત્યારે આખા ભારતમાં ત્રણ લાખ સક્રિય કેસ છે, થોડા મહિના પહેલા આપણી પાસે 10 લાખ કોરોનાના સક્રિય કેસ હતા. જો 1 કરોડ કુલ સંક્રમિત કેસોની વાત કરીએ તો તેમાં 95 લાખ દર્દી રિકવર થઈ ચૂક્યા છે. આપણો રિકવરી રેટ સૌથી સારો છે પરંતુ જોખમ હજુ ટળ્યુ નથી. માટે બધાએ સાવચેતી રાખવાની હજુ પણ જરૂર છે.

અમે રાજ્ય સ્તરે પ્રશિક્ષણ આયોજિત કર્યુ છે

અમે રાજ્ય સ્તરે પ્રશિક્ષણ આયોજિત કર્યુ છે

આરોગ્ય મંત્રીએ કહ્યુ કે વેક્સીન માટે કેન્દ્ર સરકાર રાજ્ય સરકારો સાથે મળીને છેલ્લા 4 મહિનાથી રાજ્ય, જિલ્લા અને પ્રખંડ સ્તરે તૈયારીઓ કરી રહી છે. અમે રાજ્ય, જિલ્લા અને બ્લૉક સ્તરે ટાસ્ક ફોર્સની રચના કરી છે. દેશભરમાં હજારો માસ્ટ ટ્રેનર પ્રશિક્ષિત કરવામાં આવ્યા છે. અમે રાજ્ય સ્તરે પ્રશિક્ષણ આયોજિત કર્યુ છે અને લગભગ 260 જિલ્લાઓમાં 20,000થી વધુ કાર્યકર્તાઓને પ્રશિક્ષિત કરવામાં આવ્યા છે.

અમારી પ્રાથમિકતા સુરક્ષા અને વેક્સીનનો પ્રભાવ

અમારી પ્રાથમિકતા સુરક્ષા અને વેક્સીનનો પ્રભાવ

અમારી પ્રાથમિકતા સુરક્ષા અને વેક્સીનનો પ્રભાવ છે. અમે આના પર સમજૂતી નથી કરવા માંગતા. ભારતનો રિકવરી રેટ દુનિયામાં સૌથી વધુ 95.46 ટકા છે. ડૉ.હર્ષવર્ધને કહ્યુ કે લોકોએ બિલકુલ ગભરાવાની જરૂર નથી. સ્વદેશી વેક્સીન તૈયાર કરી લેવામાં આવી છે અને આપણી પાસે 30 કરોડ લોકોની રસીકરણની ક્ષમતા હશે. તેમણે કહ્યુ કે આપણા દેશમાં મૃત્યુ દર દુનિયામાં સૌથી ઓછા મૃત્યુદરમાંનો એક છે કે જે 1.45 ટકા છે. આખા ભારતમાં 16 કરોડથી વધુ કોરોના ટેસ્ટ થઈ ચૂક્યા છે.

દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,00,31,223

દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,00,31,223

રવિવારે જારી આંકડાઓ મુજબ ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 26,624 નવા કેસ સામે આવ્યા અને 341 દર્દીઓએ આના કારણે દમ તોડ્યો અને આ સાથે દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,00,31,223 થઈ ગઈ છે. આમાંથી 1,45,477 લોકોએ મહામારીના કારણે પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે. સક્રિય કેસોની સંખ્યા ઘટીને 3,05,344 થઈ ગઈ છે. તમને જણાવી દઈએ કે દેશમાં છેલ્લા સાત દિવસથી 30,000થી ઓછા નવા કેસ સામે આવ્યા છે.

800 વર્ષ બાદ એકદમ નજીક હશે ગુરુ-શનિ, Googleએ બનાવ્યુ Doodle800 વર્ષ બાદ એકદમ નજીક હશે ગુરુ-શનિ, Googleએ બનાવ્યુ Doodle

English summary
India may start vaccination in January, Worst time is over in India: Union health minister Dr.Harsh Vardhan.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X