For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સમુદ્રી જહાજ હાઈજેક કરીને 26/11 જેવો હુમલો કરી શકે આતંકવાદીઓ

સમુદ્રી જહાજ હાઈજેક કરીને 26/11 જેવો હુમલો કરી શકે આતંકવાદીઓ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ મુંબઈમાં ફરી આતંક મચાવવાનું લશ્કર-એ-તૈયબા ષડયંત્ર ઘડી રહ્યા છે. આતંકીઓ સમુદ્રી રસ્તેથી ભારતમાં ઘૂસણખોરી કરવાની ફિરાકમાં છે. પાકિસ્તાનની દરેક ગતિવિધિ પર નજર રાખવામાં આવી રહી છે અને કાઉન્ટર ટેરરિઝ્મ અધિકારીઓએ ઈન્ડિયન નેવી અને કોસ્ટ ગાર્ડને પોર્ટ્સ, કાર્ગો શિપ અને ઑયલ ટેંકર્સ પર નજર રાખવા માટે કહેવામાં આવ્યું છે. રિપોર્ટ મુજબ પાકિસ્તાનથી લશ્કરના આતંકવાદીઓ સીમા પારથી છેલ્લા પાંચ મહિનાથી ઘૂસણખોરીની િરાકમાં છે. દેશની નેવી અને કોસ્ટ ગાર્ડને 7517 કિમી લાંબા દરિયાઈ સીમા પર સતર્ક રહેવા માટે કહ્યું છે.

સમુદ્રી રસ્તે ઘૂસણખોરીની તૈયારી

સમુદ્રી રસ્તે ઘૂસણખોરીની તૈયારી

રિપોર્ટ મુજબ લશ્કર ઉપરાંત જૈશ-એ-મોહમ્મદે પણ ભારતને નિશાન બનાવવા માટે આંકીઓને ખતરનાક ટ્રેનિંગ ઉપરાંત સ્વિમિંગ અને ડીપ ડાયવિંગ જેવી ટેક્નીક શીખવાડવામાં આવી રહી છે. સમુદ્રી રસ્તેથી થઈને ભારતમાં ઘૂસણખોરી કરવી લશ્કર માટે કોઈ નવી વાત નથી. 26/11ના આરોપી ડેવિડ હેડલીએ 2010માં નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ યાકૂબ નામના જિહાદીનું નામ જણાવ્યું હતું, ટેરર ગ્રુપના મરીન વિંગનો હેડ હતો. હેડલીએ વધુમાં કબુલ્યું હતું કે 26/11 અટેકમાં 10 આતંકવાદીઓ પણ સામેલ હતા જેમણે પાકિસ્તનથી ટ્રેનિંગ લીધી હોય.

ડીપ ડાયવિંગની ટેક્નિક શીખી રહ્યા છે આતંકીઓ

ડીપ ડાયવિંગની ટેક્નિક શીખી રહ્યા છે આતંકીઓ

રિપોર્ટ મુજબ પાકિસ્તાનમાં લશ્કરના સહયોગી સંગઠન ફલાહ-એ-ઈંસાનિયત ફાઉન્ડેશન, અલ દાવા વૉટર રેસ્ક્યૂ, લાઈફ લાઈન વૉટર રસેક્યૂ અને રેસ્ક્યૂ મિલી ફાઉન્ડેશન લાહોર, શેખપુર અને પંજાબના ફેસલાબાદમાં જૂન 2018થી આતંકીઓ સ્વીમિંગ પૂલ અને નદીઓમાં ડીપ ડાયવિંગની ટેક્નિક શીખવવામાં આવી રહી છે. ભારતમાં સમુદ્રી રસ્તેથી ઘૂસણખોરી કરતા આતંકવાદીઓ પાણીમાં કુદવાની અને લાંબા અંતર સુધી સ્વિમિંગ કરવાની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે.

જૈશનું સમુદ્રી જિહાદ

જૈશનું સમુદ્રી જિહાદ

રિપોર્ટ મુજબ લશ્કરના આતંકવાદીઓ કાર્ગો શિપ કે ઓઈલ ટેંકર્સને હાઈજેક કરી ભારતીય બંદરગાહો પર અટેક કરી શકે છે અથવા તો આંતરરાષ્ટ્રીય સમુદ્રી સરહદ પરથી આત્મઘાતી હુમલાખોરો ઘૂસણખોરી કરી શકે છે. બીજી બાજુ જૈશ પણ પોતાના આતંકીઓને પાકિસ્તાનના ભાવલપુરમાં ટ્રેનિંગ આપી રહ્યા છે અને ભારતમાં ઘૂસણખોરી કરવા માટે પોતાના લોકોને પાણીમાં કૂદવાની ટ્રેનિં આપી રહ્યા છે. જૈશ હાલ લેન્ડ જિહાદીથી વધુ સમુદ્રી જિહાદ પર ફોકસ કરી રહ્યા છે.

સર્વેએ મહારાષ્ટ્ર ભાજપની મુશ્કેલી વધારી, 6 સાંસદ અને 121 ધારાસભ્ય ચૂંટણી હારી શકેસર્વેએ મહારાષ્ટ્ર ભાજપની મુશ્કેલી વધારી, 6 સાંસદ અને 121 ધારાસભ્ય ચૂંટણી હારી શકે

English summary
India on alert against possible Lashkar, Jaish attacks from sea
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X