For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ડીલનો કોઈ સવાલ જ નહિ, અમારા વિંગ કમાન્ડરને પાકિસ્તાન પાછા મોકલેઃ ભારત

ડીલનો કોઈ સવાલ જ નહિ, અમારા વિંગ કમાન્ડરને પાછા મોકલોઃ ભારત

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ભારતીય વાયુસેનાના પાયલટ અભિનંદનને છોડાવવાની કોશિશો તેજ થઈ ગઈ છે. પાકિસ્તાને અભિનંદનને છોડવા બદલ ભારત સમક્ષ એક શરત રાખી છે. પાકિસ્તાની વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીએ કહ્યું કે જો ભારતીય પાયલોટને પરત મોકલવાથી બંને દેશ વચ્ચેનો તણાવ ઓછો થઈ શકે છે તો તેઓ તૈયાર છે. પાકિસ્તાન દ્વારા રાખવામાં આવેલી શરત પર ભારતે સ્પષ્ટ શબ્દોમાં પાકિસ્તાનને જવાબ આપ્યો છે.

પાકિસ્તાન કંધાર મામલા જેવું દબાણ બનાવવાની કોશિશમાંઃ ભારત

પાકિસ્તાન કંધાર મામલા જેવું દબાણ બનાવવાની કોશિશમાંઃ ભારત

સૂત્રો મુજબ ભારતે કહ્યું કે વિંગ કમાન્ડર અભિનંદનને તુરંત પરત મોકલવામાં આવે, વિંગ કમાંડરની વાપસી માટે કોઈપણ ડીલનો કોઈ સવાલ જ નથી. જો પાકિસ્તાનને લાગે છે કે અભિનંદનના નામ પર કોઈ કાર્ડ રમી શકે છે તો તેઓ ભૂલ કરી રહ્યા છે. સૂત્રો મુજબ ભારતે કહ્યું કે પાકિસ્તાન કંધાર મામલા જેવું દબાણ બનાવવાની કોશિશ કરી રહ્યું છે. આનાથી ભારત પાછળ નહિ હટે. વિંગ કમાન્ડર અભિનંદનની રિહાઈ પર કોઈ સમજૂતી કે વાતચીત નહિ થાય.

વિંગ કમાન્ડરને પાછા મોકલોઃ ભારત

વિંગ કમાન્ડરને પાછા મોકલોઃ ભારત

ભારતે પાકિસ્તાનના કોઈપણ નાગરિક કે સૈન્ય ઠેકાણાને નિશાન નથી બનાવ્યો, પરંતુ પાકિસ્તાને ભારતની સીમામાં ઘૂસીને ભારતીય સૈન્ય ચોકીઓને નિશાન બનાવી હતી. ભારતે કહ્યું કે પાકિસ્તાન યુદ્ધ જેવા હાલાત બનાવી રહ્યું છે. પાકિસ્તાને મુંબઈ અને પઠાણકોટ પર યોગ્ય કાર્યવાહી નહોતી કરી. આતંકવાદીઓને પકડવામાં આવ્યા હતા, ઑડિયો રેકોર્ડિંગ આપવામાં આવ્યું હતું. પુલવામાના 13 દિવસ બાદ, હજુ પણ પાકિસ્તાન JeMની ભૂમિકાથી ઈનકાર કરી રહ્યું છે. પાકિસ્તાને જૈશ એ મોહમ્મદને લઈ આખી દુનિયાને જૂઠાણું બોલ્યું છે, ધરપકડ કરાયેલ પાયલોટને લઈને ખોટું બોલ્યા, તેમણે મિસાઈલ હુમલા પર પણ જૂઠું બોલ્યું.

ભારત-પાક યુદ્ધ થયું તો બરબાદ થઈ જશે અડધી દુનિયા! ભારત-પાક યુદ્ધ થયું તો બરબાદ થઈ જશે અડધી દુનિયા!

પાકિસ્તાને પાયલોટનો છોડવા બદલ આ શરત રાખી

પાકિસ્તાને પાયલોટનો છોડવા બદલ આ શરત રાખી

જણાવી દઈએ કે પાકિસ્તાની વિદેશ મંત્રીએ કહ્યું કે જો ભારતીય પાયલોટને પરત મોકલવાથી બંને દેશ વચ્ચેનો તણાવ ઓછો થઈ શકે છે તો તેઓ આના માટે તૈયાર છે. શાહ મહમૂદ કુરૈશીએ કહ્યું, 'હું ભારતને અને ભારતની જનતાને મેસેજ આપવા માગું છું કે પાકિસ્તાન એક જવાબદાર દેશ છે, જવાબદાર એરફોર્સ છે. જીનીવા કનવેન્શનથી અમે માહિતગાર છીએ. તેમને હું વિશ્વાસ અપાવવા માગું છું કે તમારા પાયલોટ છે તે સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. તેમની દરેક રીતે રક્ષા કરવામાં આવી રહી છે. કુરૈશીએ કહ્યું કે ભારત-પાકિસ્તાન વચ્ચેના હાલાત સામાન્ય થવા પર પાયલોટની રિહાઈ પર વિચાર કરવામાં આવી શકે છે.'

શું છે જીનીવા કન્વેશન, જેની ચારોતરફ થઈ રહી છે ચર્ચા શું છે જીનીવા કન્વેશન, જેની ચારોતરફ થઈ રહી છે ચર્ચા

English summary
india to pak- there will be no deal or talks on Wing Commander Abhinandan Vartaman's release
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X