ભારતે પાકિસ્તાનના પ્રસ્તાવને ઠુકરાવ્યુ, સાર્ક સમિટમાં નહિ થાય શામેલ

પાકિસ્તાન તરફથી સાર્ક સમિટમાં શામેલ થવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આમંત્રણ મોકલવામાં આવ્યુ હતુ. પરંતુ ભારત સરકારે પાકિસ્તાનના આ પ્રસ્તાવને ઠુકરાવી દીધુ છે.

પાકિસ્તાન તરફથી સાર્ક સમિટમાં શામેલ થવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આમંત્રણ મોકલવામાં આવ્યુ હતુ. પરંતુ ભારત સરકારે પાકિસ્તાનના આ પ્રસ્તાવને ઠુકરાવી દીધુ છે. મહત્વની વાત છે કે મંગળવારે પાકિસ્તાનના વિદેશ મંત્રાલય તરફથી કહેવામાં આવ્યુ હતુ કે સાર્ક સમિટમાં શામેલ થવા માટે ભારતને આમંત્રણ મોકલશે પરંતુ ભારતે પાકિસ્તાનને મોટો ઝટકો આપીને તેમના પ્રસ્તાવને ઠુકરાવી દીધુ છે.

pm modi

પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવકતા ડૉ. મોહમ્મદ ફેસલે મંગળવારે કહ્યુ છે કે તેમનો દેશ ભારતના પીએમ નરેન્દ્ર મોદીને સાર્ક સમિટ માટે આમંત્રણ મોકલશે. 20માં દક્ષિણ એશિયાઈ ક્ષેત્રીય સહયોગક સંઘ (સાર્ક) સંમેલનનું આયોજન આ વર્ષે પાકિસ્તાનમાં થવાનું હતુ પરંતુ ભારત, બાંગ્લાદેશ, ભૂટાન અને અફઘાનિસ્તાને આ સમિટમાં શામેલ થવાનો ઈનકાર કરી દીધો હતો. ત્યારબાદ આ સંમેલન રદ કરવુ પડ્યુ હતુ.

તમને જણાવી દઈએ કે સાર્કમાં દક્ષિણ એશિયાના આઠ દેશ સભ્યો છે. આમાં અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, ભૂટાન, ભારત, નેપાળ, માલદીવ, પાકિસ્તાન અને શ્રીલંકા છે. છેલ્લુ સાર્ક શિખર સંમેલન 2014માં કાઠમંડૂમાં આયોજિત કરવામાં આવ્યુ હતુ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X