ભારતના આ ચાર રાજ્યો રસીકરણ મામલે ટૉપ પર પરંતુ બ્લેક ફંગસના કેસો વધારી રહ્યા છે ચિંતા
કોરોનાની બીજી લહેર વચ્ચે ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન રાજ્યોમાં સૌથી વધુ રસીકરણ થયુ.
નવી દિલ્લીઃ છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોનાના 1,96,427 નવા કેસ સામે આવ્યા છે અને 3511 લોકોએ દમ તોડ્યો છે. છેલ્લા 40 દિવસોમાં આ કોરોનાથી સંક્રમિત લોકોનો સૌથી ઓછો આંકડોછે. ભારતમાં અત્યાર સુધી કોરોનાના 33,25,94,176 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. કોરોનાની બીજી લહેર વચ્ચે ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન રાજ્યોમાં સૌથી વધુ રસીકરણ થયુ. મહારાષ્ટ્રમાં અત્યાર સુધી 2,10,48,169 લોકોનુ રસીકરણ થયુ છે. જ્યારે ઉત્તર પ્રદેશમાં 1,65,43,234, રાજસ્થાનમાં 1,61,83,750 જ્યારે ગુજરાતમાં 1,57,02,376 લોકોનુ રસીકરણ થયુ છે.

ભારતમાં પૉઝિટીવ કેસોની સંખ્યા 2,69,48,874 પહોચી ગઈ છે અને મોતનો આંકડો 3,07,231 થઈ ગયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન 3,26,850 લોકો હોસ્પિટલમાંથી રિકવર થઈને ઘરે પણ પાછા આવ્યા છે. હાલમાં દેશમાં સક્રિય કેસોની કુલ સંખ્યા 25,86,782 છે. ભારતમાં કોરોના વાયરસના કેસો ભલે ઝડપથી ઘટવા લાગ્યા હોય પરંતુ દેશમાં મોતની સંખ્યામાં ઘટાડો નથી થયો. રોજ લગભગ સાડા ત્રણ હજાર મોત થઈ રહ્યા છે. કોરોનાના કારણે અત્યાર સુધી કુલ 3 લાખ 7 હજાર 231 લોકોના મોત થઈ ચૂક્યા છે.
દેશમાં છેલ્લા 7 સપ્તાહમાં 1 લાખ 40 હજાર લોકોના જીવ ગયા છે. મોત મામલે ભારત અને અમેરિકા અને બ્રાઝિલ બાદ ત્રીજા નંબરે છે. દુનિયાભરમાં કોરોનાથી થયેલા મોતમાંથી 9 ટકા મોત એકલા ભારતમાં થઈ છે. વળી, આરોગ્ય મંત્રાલયે કહ્યુ છે કે દેશમાં છેલ્લા 18 દિવસોમાં કોરોનાના કેસોમાં ઘટાડો થયો છે. 18 દિવસમાં કોરોનાના 3 લાખથી ઓછા કેસ આવી રહ્યા છે. રિકવરી રેટ પણ વધ્યો છે. ભારતમાં હજુ કોરોના ખતમ નથી થયો કે બીજી તેનાથી પણ મોટી આફત આવી ગઈ છે. જેનુ નામ છે બ્લેક ફંગસ. ભારતના 18 રાજ્યોમાં બ્લેક ફંગસના અત્યાર સુધી 5424 કેસ સામે આવી ચૂક્યા છે. જેમાંથી સૌથી વધુ ગુજરાત અને મહારાષ્ટ્ર્માં સામે આવ્યા છે.












Click it and Unblock the Notifications
