For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતીય નૌકાદળે અંદમાન નિકોબારમાં કર્યુ બ્રહ્મોસ મિસાઈલનુ ટેસ્ટ, સપ્તાહમાં ત્રીજુ પરીક્ષણ

ભારતે અંદમાન નિકોબાર દ્વીપથી મંગળવારે બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલનુ પરીક્ષણ કર્યુ છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ભારતે અંદમાન નિકોબાર દ્વીપથી મંગળવારે બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલનુ પરીક્ષણ કર્યુ છે. સંરક્ષણ સૂત્રો તરફથી જણાવવામાં આવ્યુ છે કે જે ટેસ્ટ થયુ છે તે ભારતીય નેવી તરફથી કરવામાં આવેલ પરીક્ષણનો ભાગ છે. ભારત તરફથી છેલ્લા એક સપ્તાહમાં સેના અને વાયુસેના માટે પણ બ્રહ્મોસ મિસાઈલનો ટેસ્ટ કરવામાં આવી ચૂક્યો છે. બરાબર એક સપ્તાહ પહેલા જ સેનાએ આ મિસાઈલનુ પરીક્ષણ કર્યુ હતુ. એ ટેસ્ટ બાદ સેના માટે ઉપયોગમાં લેવાતા બ્રહ્મોસ મિસાઈલની રેન્જ 400 કિલોમીટર સુધી થઈ ગઈ હતી.

brahmos

20 ઓક્ટોબરે થયુ હતુ એક પરીક્ષણ

20 ઓક્ટોબરે પણ ઈન્ડિયન નેવીના ડેસ્ટ્રૉયર આઈએનએસ ચેન્નઈથી બ્રહ્મોસ મિસાઈલને છોડવામાં આવ્યુ હતુ. એ ટેસ્ટમાં બ્રહ્મોસે અરબ સાગરમાં પોતાના લક્ષ્યને ભેદ્યુ હતુ. એ વખતે મિસાઈલે પોતાના ટાર્ગેટને સફળતાપૂર્વક ચોકસાઈ સાથે ભેદ્યુ હતુ. વિવિધ ઉચ્ચ સ્તરીય અને બહુ જટિલ મનુવર્સ સાથે મિસાઈલે પોતાના પરીક્ષણને સફળતાપૂર્વક પાસ કર્યુ હતુ.

30 સપ્ટેમ્બરે પણ થયુ હતુ આ મિસાઈલનુ એક પરીક્ષણ

ઓરિસ્સાના બાલાસોરથી કરવામાં આવ્યા હતુ. એ ટેસ્ટમાં મિસાઈલની 400 કિલોમીટરની રેન્જને ટેસ્ટ કરવામાં આવી હતી. રેન્જમાં વધારો થયા બાદ રક્ષા મંત્રાલય તરફથી નિવેદન જારી કરવામાં આવ્યુ હતુ. આ નિવેદનમાં કહેવામાં આવ્યુ હતુ, 'બ્રહ્મોસ એક 'પ્રાથમિક હુમલાવર હથિયાર' તરીકે એ સુનિશ્ચિત કરશે કે વૉરશિપ કોઈ પણ લાંબા અંતરના એ લક્ષ્યને ભેદીને અજેય રહી શકે છે જે નેવીની સીમામાં હશે. આ રીતે આ હથિયાર આ ડેસ્ટ્રૉયરને એક અભેદ પ્લેટફૉર્મ તરીકે ફેરવી શકે છે.'

'500થી વધુ સંગઠન, આમંત્રણ માત્ર 32ને, અમે નહિ જઈએ''500થી વધુ સંગઠન, આમંત્રણ માત્ર 32ને, અમે નહિ જઈએ'

English summary
India's Brahmos supersonic cruise missile test in Andaman Nicobar succesfully done third time in a week.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X