ભારતની પહેલી સ્વદેશી mRNA વેક્સીન HGCO19ના હ્યૂમન ટ્રાયલની મંજૂરી મળી
ભારતની પહેલી સ્વદેશી mRNA વેક્સીન HGCO19ના હ્યૂમન ટ્રાયલની મંજૂરી મળી
નવી દિલ્હીઃ ભારતની mRNA ટેક્નોલોજી આધારિત કોરોના વેક્સીન HGCO19ના પહેલા અને બીજા તબક્કાના હ્યૂમન ટ્રાયલની મંજૂરી મળી ગઈ છે. આ ભારતમાં એમઆરએનએ ટેક્નોલોજી વાળી કોરોનાની પહેલી વેક્સીન છે, જેને હ્યૂમન ટ્રાયલની પરમિશન મળી ગઈ છે. ભારતીય ડ્રગ નિયામકથી વેક્સીનના ટ્રાયલને મંજૂરી મળી છે. શુક્રવારે સાયન્સ અને ટેક્નોલોજી મંત્રાલયે આ અંગે જાણકારી આપી છે.

HGCO10 વેક્સીનને પુણે સ્થિતિ જીનિવા જેનોવા બાયોફાર્માસ્યુટિકલ્સ બનાવી રહી છે. જેના ફેઝ 1 અને ફેઝ 2ના હ્યૂમન ટ્રાયલની મંજૂરી મળી ગઈ છે. જેનોવા આ વેક્સીનને અમેરિકી કંપની એચડીટી બાયોટેક કોર્પોરેશન સાથે મળીને બનાવી રહી છે. કંપનીએ ફેઝ 1 અને બેના હ્યૂમન ટ્રાયલ માટે ઓથોરિટીને પ્રસ્તાવ મોકલ્યો હતો. જાણકારી મુજબ સૌથી એક્સપર્ટ કમિટીની ભલામણ બાદ આ વેક્સીનના ક્લિનિકલ હ્યૂમન ટ્રાયલની આ પરમિશન મળી ગઈ છે.
mRNA ટેક્નોલોજીમાં વેક્સીનની મદદથી માન કોશિકાઓને જેનેટિક નિર્દેશ મળે છે, જેનાથી તે વાયરસ સામે લડવા માટે પ્રોટીન વિકસિત કરી શકે. એટલે કે આ ટેક્નોલોજીથી બનેલ વેક્સીન શરીરની કોશિકાઓમાં એવા પ્રોટિન બનાવે છે જે વાયરસના પ્રોટીનની નકલ કરી શકે. સંક્રમણ થવા પર બાહરી આક્રમણ સમજી ઈમ્યૂન સિસ્ટમ સક્રિય થઈ જાય છે અને બાહરી વાયરસને નષ્ટ કરી દે છે.












Click it and Unblock the Notifications
