ભારતીય અર્થવ્યવસ્થાએ પકડી ગતી, ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં GDP 13.5 ટકા
સરકારે બુધવારે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટર એટલે કે નાણાકીય વર્ષ 2022-23ના પ્રથમ ત્રિમાસિક ગાળાના વિકાસ દરના આંકડા જાહેર કર્યા. આ આંકડાઓએ આર્થિક મોરચે સરકારને રાહતના સમાચાર આપ્યા છે. એપ્રિલ-જૂન 2022-23માં ભારતની અર
સરકારે બુધવારે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટર એટલે કે નાણાકીય વર્ષ 2022-23ના પ્રથમ ત્રિમાસિક ગાળાના વિકાસ દરના આંકડા જાહેર કર્યા. આ આંકડાઓએ આર્થિક મોરચે સરકારને રાહતના સમાચાર આપ્યા છે. એપ્રિલ-જૂન 2022-23માં ભારતની અર્થવ્યવસ્થા 13.5 ટકાના દરે વૃદ્ધિ પામી છે, જે રાહતની વાત છે. જોકે, આરબીઆઈએ આ આંકડો 16.2 ટકા રહેવાનો અંદાજ મૂક્યો હતો. એટલે કે વિકાસ દર આરબીઆઈના અંદાજ કરતા ઓછો છે.

કોરોના મહામારી બાદ ભારતીય અર્થતંત્ર વેગ પકડી રહ્યું છે. નાણાકીય વર્ષ 2022-23ના પ્રથમ ક્વાર્ટરમાં વિકાસ દર 13.5 ટકા પર પહોંચી ગયો છે. સરકારે આજે આ આંકડા જાહેર કર્યા છે, જ્યારે 2021-22ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં GDP 20.1 ટકા હતો, જાન્યુઆરીથી માર્ચ ક્વાર્ટરમાં વૃદ્ધિ દર 4.1 ટકા પર પહોંચી ગયો છે.












Click it and Unblock the Notifications
