છેલ્લા 1 વર્ષમાં પાવર સપ્લાયના ક્ષેત્રે જોવા મળ્યો મોટો સુધારો

Written By:
Subscribe to Oneindia News

દેશમાં છેલ્લા 1 વર્ષ દરમિયાન પાવર સપ્લાયમાં ભારે સુધારો જોવા મળ્યો છે. ઇન્ડિયા ટુડેના ઓગસ્ટ, 2017માં થેયલ મૂડ ઓફ ધ નેશન સર્વેમાં આ વાતની પુષ્ટિ થઇ છે. આ સર્વેમાં સમાવિષ્ટ 41 ટકા ગ્રાહકોનું કહેવું છે કે, તેમના વિસ્તારમાં પાવર સપ્લાયમાં સુધારો જોવા મળ્યો છે, જ્યારે 15 ટકા ગ્રાહકોનું કહેવું છે કે, પાવર સપ્લાયના મામલે ઉલ્લેખનીય વધારો જોવા મળ્યો છે. સર્વેમાં સમાવિષ્ટ કુલ 55 ટકા ગ્રાહકોએ કહ્યું કે, વીજળીના સપ્લાયમાં આ વર્ષે ઘણો સુધારો જોવા મળ્યો છે.

Power Supply in india

ગ્રાહકોનો આ અભિપ્રાય વિદ્યુત વિભાગના યુઆરજેએ(URJA) પોર્ટલ પર ઉપલબ્ધ સિસ્ટમ ડેટા સાથે મેળ ખાય છે, જે મુજબ દેશમાં પાવર કટના સરેરાશ આંકડામાં મોટો ઘટોડો નોંધાયો છે. જુલાઇ 2016માં મહિને સરેરાશ 16.33 ટકા પાવર કટ થતો હતો, જુલાઇ 2017 સુધીમાં આ આંકડો ઘટીને 9.21 કલાક થયો હતો. આ પોર્ટલ પર અખિલ ભારતીય પાવર સપ્લાયની સાથે રાજ્યના સ્તરે 1000થી વધુ શહેરોમાં પાવર સપ્લાય અંગેની જાણકારી ઉપલબ્ધ છે. ગ્રાહકો www.urjaindia.co.in વેબસાઇટ પર જઇ કે પછી ટોલ ફ્રી નંબર 1800 200 3004 પર મિસકોલ કરી વીજળી વિભાગની તમામ એપ ડાઉનલોડ કરી શકે છે.

તમામ પ્રક્રિયાઓને ગ્રાહકો માટે ઘણી સરળ બનાવવામાં આવી છે. હવે ગ્રાહકો 1912 પર વીજળી સાથે સંબંધિત ફરિયાદો નોંધાવી શકે છે. છેલ્લા એક વર્ષમાં ગ્રાહકોની લાંબા ગાળાની ફરિયાદોમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. જુલાઇ 2016માં 16.6 ટકા લાંબા ગાળાની ફરિયાદો હતી, જે જુલાઇ 2017માં ઘટીને 9.2 ટકા થઇ છે. આ પ્રક્રિયામાં લોકોની ભાગીદારી અને અભિપ્રાયોએ પણ મુખ્ય ભૂમિકા ભજવી છે, જેના પરિણામે પાવર સપ્લાયની સુવિધામાં સુધારો જોવા મળ્યો છે.

આ સાથે જ ભારત સરકાર 24 કલાક પાવર સપ્લાયના પોતાના લક્ષ્ય તરફ આગળ વધી રહી છે.

English summary
India's Improved Power Supply Situation over past year.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.