For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બાપ રે! તો ચીન કરતાં પણ આપણી વસતી વધી જશે

2050 સુધીમાં ભારત એક ક્ષેત્રમાં ચીનને પાછળ છોડી દેશે, ભારતમાં વસતીમાં સતત વધારો થશે.

|
Google Oneindia Gujarati News

આમ તો ભારત અને ચીન બંને એકબીજાના હરીફ દેશ છે પણ 2050 સુધીમાં ભારત એક ક્ષેત્રમાં ચીનને પાછળ છોડી દેશે. આ પ્રગતિ બહુ નકારાત્મક છે અને જો આના પર ખાસ ધ્યાન આપવામાં ન આવ્યું તો આપણે અન્ય ક્ષેત્રોમાં પણ પાછળ રહી જઈશું. અમેરિકાના વૉશિંગ્ટન સ્થિત એનજીઓ પૉપ્યુલેશન રિફ્રેંસ બ્યૂરો તરફથી જે આંકડા તૈયાર કરવામાં આવ્યા છે તે મુજબ ભારતની જનસંખ્યા વર્ષ 2050 સુધીમાં ચીનની જનસંખ્યાથી 25 ટકા વધી જશે. માત્ર એટલું જ નહીં વર્ષ 2030ના મધ્ય સુધી ભારતની વસતી ચીન કરતાં 8 ટકા વધુ હશે. આ પણ વાંચો- ચીન સાથે બગાડતા સંબંધ માટે મોદી જવાબદાર: ચીની મીડિયા

વર્ષ 2050 સુધી ચીનની વસ્તી ઘટશે

વર્ષ 2050 સુધી ચીનની વસ્તી ઘટશે

પીઆરબીએ વર્ષ 2018 માટે જનસંખ્યા સાથે જોડાયેલા આંકડા જાહેર કર્યા છે, જે મુજબ ભારત અને ચીનની જનસંખ્યા વર્તમાન સમયમાં ક્રમશઃ 137 કરોડ અને 139 કરોડ છે. વર્ષ 2030ના મધ્ય સુધી ભારતની વસતી 153 કરોડ સુધી પહોંચવાની શક્યતા છે જ્યારે વર્ષ 2050 સુધીમાં જનસંખ્યા 168 કરોડ સુધી પહોંચી જશે. જો ચીનની વાત કરીએ તો વર્ષ 2030ના મધ્ય સુધી અહીંની વસતી 142 કરોડ થશે તો વર્ષ 2050 સુધી વસતી 134 કરોડે પહોંચશે. એટલે કે 20 વર્ષમાં ચીનની વસતીમાં ઘટાડો થશે.

ચીનથી આગળ નીકળી જશે ભારત

ચીનથી આગળ નીકળી જશે ભારત

પીઆરબીનું માનીએ તો ભારત દુનિયાનો સૌથી વધુ વસ્તી ધરાવતા દેશ ચીનની જગ્યા લઈ લેશે. જો કે એનો મતલબ એ નથી વસ્તીવિષયકમાં કોઈ બદલાવ નહીં થાય. પીઆરબી મુજબ વસ્તીવિષયક બદલાવ એ પ્રક્રિયા છે જેમાં આર્થિક વિકાસની સાથે કોઈ દેશમાં મૃત્યુ અને જન્મદરમાં પણ ઘટાડો થાય. કેમ કે મૃત્યુદરમાં જન્મદરની તુલનાએ જલદી ઘટાડો આવશે, માટે શરુઆતમાં જનસંખ્યામાં ભારે વધારો થશે.

બાળકોની સંખ્યામાં ઘટાડો થશે

બાળકોની સંખ્યામાં ઘટાડો થશે

પીઆરબીના આંકડાઓનું માનીએ તો વર્ષ 2050 સુધી દેશમાં સીનિયર સિટીજન્સની સંખ્યા વર્તમાન સમયની તુલનાએ બે ગણી થઈ જશે. આગામી ત્રણ દશકામાં વસતી વધશે પરંતુ આગલા 32 વર્ષમાં દેશમાં 15 ઉંમરથી ઓછી ઉંમરવાળા બાળકોની સંખ્યામાં 20 ટકા સુધીનો ઘટાડો આવશે. જ્યારે 65 વર્ષથી વધુ ઉંમરવાળા નાગરિકોની સંખ્યામાં વધારો થશે.

English summary
India's population will be 25% more than that of China by 2050 says US based NGO's study.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X