For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચીન સાથે બગાડતા સંબંધ માટે મોદી જવાબદાર: ચીની મીડિયા

ચીની સરકારી પેપર ગ્લોબલ ટાઈમ્સ ઘ્વારા પ્રધાનમંત્રી મોદીને ચીન અને ભારતના બગાડતા સંબંધો માટે જવાબદાર ગણાવ્યા છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

ચીની સરકારી પેપર ગ્લોબલ ટાઈમ્સ ઘ્વારા પ્રધાનમંત્રી મોદીને ચીન અને ભારતના બગાડતા સંબંધો માટે જવાબદાર ગણાવ્યા છે. ચીની મીડિયા તરફથી આ ટિપ્પણી એવા સમયે આવી છે જયારે ચીનના રક્ષામંત્રી જનરલ વેઇ ફેંગે ભારતની યાત્રા પર છે. તેમને મંગળવારે પ્રધાનમંત્રી મોદી સાથે મુલાકાત પણ કરી હતી. ગ્લોબલ ટાઈમ્સ ઘ્વારા ભારત અને અમેરિકાના સંબંધો પર પણ ટિપ્પણી કરી છે.

મોદીના કાર્યકાળમાં અમેરિકા સાથે સંબધોં વધ્યા

મોદીના કાર્યકાળમાં અમેરિકા સાથે સંબધોં વધ્યા

આ આર્ટિકલ અનુસાર પ્રધાનમંત્રી મોદી તરફથી ભારત અને ચીન વચ્ચે સંબંધો સુધારવા માટે પ્રયત્નો કરવામાં આવ્યા હતા પરંતુ તે થોડા સમય પૂરતા જ હતા. ગ્લોબલ ટાઈમ્સ અનુસાર પીએમ મોદીના કાર્યકાળમાં ભારત અમરિકાનું મોટું રક્ષા ભાગીદારી અને ગેર નાટો સાથી બન્યું છે. ગ્લોબલ ટાઈમ્સ અનુસાર આ બંને ઘટનાક્રમ ભારત અને ચીન વચ્ચે કડવાશ પેદા કરી શકે છે.

મોદીની ટીમ શિખાઉ છે

મોદીની ટીમ શિખાઉ છે

આર્ટિકલમાં દાવો કરવામાં આવ્યો છે કે પીએમ મોદીની ટીમમાં અપરિપક્વ લોકોની ભરમાર છે. આર્ટિકલમાં જણાવવામાં આવ્યું છે કે પીએમ મોદીની વિદેશ ટીમમાં યુપીએ સરકારની વિદેશ મામલે ટીમના કોઈ પણ સદસ્યને શામિલ નથી કરવામાં આવ્યા. એટલું જ નહીં પરંતુ આ આર્ટિકલમાં જણાવવામાં આવ્યું છે કે પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની ટીમનો હિસ્સો રહેલા કોઈ પણ સદસ્યને તેમાં જગ્યા આપવામાં નથી આવી. આર્ટિકલમાં જણાવવામાં આવ્યું છે કે પીએમ મોદી સત્તામાં આવ્યા પછી ચીનના સંકટ સામે લડવાનો પ્રયાસ કરી રહ્યા છે. ચીન સામે લડવા માટે જ અમેરિકા સાથે સંબંધો વધારી રહ્યા છે.

નહેરુ સાથે પીએમ મોદીની તુલના કરી

નહેરુ સાથે પીએમ મોદીની તુલના કરી

ગ્લોબલ ટાઈમ્સ ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે પીએમ મોદીએ પણ પોતાના કાર્યકાળની શરૂઆતમાં ચીન સાથે દોસ્તીનો હાથ લંબાવ્યો હતો પરંતુ ડોકલામ વિવાદ પછી બંને દેશો વચ્ચે સ્થિતિ બગડી ગયી. આ આર્ટિકલમાં પીએમ મોદીની તુલના પહેલા પીએમ જવાહરલાલ નહેરુ સાથે પણ કરવામાં આવી છે.

English summary
Chinese media says PM Narendra Modi is coping with China threat with the help of US.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X