For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતનું નરમ વલણ પાકિસ્તાન સામે નબળી છબી ઉભી કરનારું : જી પાર્થસારથી

|
Google Oneindia Gujarati News

g-parthsarathy
નવી દિલ્હી, 15 જાન્યુઆરી : ગયા સપ્તાહે ભારત-પાકિસ્તાન નિયંત્રણ રેખા પર પાકિસ્તાનની સેના દ્વારા કરવામાં આવેલા ગોળીબાર અને સૈનિકોની નિર્મમ હત્યાના ઘટના બાદ બંને દેશોની સરકાર એક બીજા પર આરોપ લગાવી રહી છે. જો કે ભારત સરકારનું નરમ વલણ ભારતીય રાજકારણીઓ જ નહીં સામાન્ય નાગરિકોને પણ અકળાવનારું સાબિત થયું છે.

સોમવારે પાકિસ્તાનના અધિકારીઓ સાથે થયેલી વાત ચીત બાદ વિપક્ષ ભાજપના નેતા સુષ્મા સ્વરાજે એક શિરના બદલામાં 10 શિર લાવી આપવાની વાત કરી છે. બીજી તરફ ભારતીય સેનાના વડાનું કહેવું છે કે પાકિસ્તાનને જવાબ આપવા માટે ભારત યોગ્ય સમય અને સ્થળની પસંદગી કરશે.

આ મુદ્દે પાકિસ્તાનમાં ભારતના ઉચ્ચાયુક્ત રહી ચૂકેલા જી પાર્થસારથીનું માનવું છે કે "પરિસ્થિતિ ગરમ છે. ભારતે વાતચીતની રીત બદલવી પડશે. ભારતે તત્કાળ યોગ્ય કાર્યવાહી કરવી જોઇએ. પાકિસ્તાને આપણું જેટલું નુકસાન કર્યું છે એટલું નુકસાન આપણે તેમનું કરવું જોઇએ."

આરોપ - પ્રત્યારોપના દોર વચ્ચે ઉપરાષ્ટ્રપતિ હામીદ અન્સારીએ પણ નિવેદનબાજીમાં ઝુકાવ્યું છે. તેમણે જણાવ્યું છે કે "પાડોશી બદલી તો શકાવાના નથી. તેમની સાથે વાતચીત ચાલુ જ રાખવી પડશે. અને તે પણ ઇમાનદારી અને ગરિમાપૂર્ણ રીતે કરવી પડશે"

જો કે જી પાર્થસારથીનું કહેવું છે કે "ભારતનું નરમ વલણ પાકિસ્તાનની નજરમાં ભારતને વધારે નબળું બનાવી રહ્યું છે. ભારતે વાતચીતની રીત બદલવી પડશે. જ્યાં સુધી પાકિસ્તાનની ધરતી પરથી આતંકવાદ બંધ થયો નથી ત્યાં સુધી દરેક વાતચીતમાં આતંકવાદનો મુદ્દો કેન્દ્રમાં રહેવો જોઇએ."

English summary
India's soft stance creates poor image in front of Pakistan : G Parthsaraty.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X