ભારતે ઈન્ટરમીડિયટ રેન્જની બેલેસ્ટિક મિસાઈલ અગ્નિ-4નું સફળ પરીક્ષણ કર્યું,આ છે વિશેષતા!

કાશ્મીરમાં ભારતીય સેના દુશ્મન દેશ પાકિસ્તાનને ટક્કર આપી રહી છે, ત્યારે ભારત સરકાર સેનાની તાકાત વધારીને સૈન્યને વધુ તાકાત આપવા માટે સતત પ્રયાસો કરી રહી છે.

નવી દિલ્હી, 06 જૂન : કાશ્મીરમાં ભારતીય સેના દુશ્મન દેશ પાકિસ્તાનને ટક્કર આપી રહી છે, ત્યારે ભારત સરકાર સેનાની તાકાત વધારીને સૈન્યને વધુ તાકાત આપવા માટે સતત પ્રયાસો કરી રહી છે. આ ક્રમમાં સોમવારે, દેશની સ્ટ્રેટેજિક ફોર્સ કમાન્ડ (SFC) એ મધ્યવર્તી અંતરની બેલેસ્ટિક મિસાઈલ અગ્નિ-4 સફળતાપૂર્વક લોન્ચ કરી હતી.

Agni-4 intermediate range ballistic missile,

સંરક્ષણ મંત્રાલયે માહિતી આપી હતી કે, મધ્યવર્તી રેન્જ બેલેસ્ટિક મિસાઈલ અગ્નિ-IV ની સફળ ટેસ્ટિંગ આજે લગભગ 7.30 વાગ્યે ઓડિશા સ્થિત એપીજે અબ્દુલ કલામ દ્વીપ પરથી હાથ ધરવામાં આવી હતી. આ પરમાણુ સક્ષમ લાંબા અંતરની બેલેસ્ટિક મિસાઈલ અગ્નિ-IV છે. તેની રેન્જ 4,000 કિમી છે.

સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું કે મિસાઇલ પ્રક્ષેપણ તમામ ઓપરેશનલ પરિમાણો તેમજ સિસ્ટમની વિશ્વસનીયતાને માન્યતા આપે છે. મંત્રાલયે જણાવ્યું કે, સફળ પરીક્ષણ ભારતની વિશ્વસનીય ન્યૂનતમ પ્રતિરોધક શક્તિ" ને પુનઃપુષ્ટ કરે છે.

તમને જણાવી દઈએ કે સ્ટ્રેટેજિક ફોર્સ કમાન્ડ (SFC) જેમાંથી આ મિસાઈલ લોન્ચ કરવામાં આવી છે તે ત્રિ-સેવા એટલે કે આર્મી, એરફોર્સ અને નેવીની સંયુક્ત કમાન્ડ છે, જે દેશના પરમાણુ શસ્ત્રોનું સંચાલન કરે છે, જે ડાયરેક્ટ PMO હેઠળ કામ કરે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X