For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચીન સાથે વિવાદ વચ્ચે ભારતને વધુ એક સફળતા, પૃથ્વી 2 મિસાઈલનું સફળ પરીક્ષણ

ચીન સાથે વિવાદ વચ્ચે ભારતને વધુ એક સફળતા, પૃથ્વી 2 મિસાઈલનું સફળ પરીક્ષણ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ચીન સાથે પાછળા પાંચ મહિનાથી વિવાદ ચાલી રહ્યો છે. આ દરમ્યાન કેટલીયવાર બંને દેશો વચ્ચે યુદ્ધની પણ સ્થિતિ બની ગઈ હતી. જ્યારે બીજી તરફ પાકિસ્તાન પણ પોતાની નાપાક હરકતોથી બાજ નથી આવી રહ્યું. આ બધા પડકારો વચ્ચે શુક્રવારે ભારતને મોટી સફળતા હાથ લાગી છે. જે અંતર્ગત પૃથ્વી 2 મિસાઈલનું સફળ પરીક્ષણ થયું. આ મિસાઈલ આસાનીથી 250 કિમી દૂર સ્થિત પોતાના લક્ષ્યને ભેદી શકે છે.

1 ટન વિસ્ફોટક લઈ જવા સક્ષમ

1 ટન વિસ્ફોટક લઈ જવા સક્ષમ

પૃથ્વી 2 મિસાઈલ પહેલેથી જ સ્ટ્રેટેજિક ફોર્સ કમાંડનો ભાગ છે. જે કારણે સ્ટ્રેટેજિક ફોર્સ કમાંડે શુક્રવારે સાંજે ઓરિસ્સાના તટથી આ મિસાઈલનું પરીક્ષણ કર્યું, જે સંપૂર્ણપણે સફળ રહ્યું. લિક્વિડ- પ્રોપેલ્ડ પૃથ્વી 2 મિસાઈલની રેંજ 250 કિમી છે. સાથે જ આ એક ટનનો વિસ્ફોટક લઈ જઈ શકે છે. DRDOએ આ 9 મીટર લાંબી મિસાઈલને ઈંટીગ્રેટેડ ગાઈડેડ મિસાઈલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત વિકસિત કરી હતી, જે સપાીથી સપાટી પર પ્રહાર કરતી પહેલી સ્વદેશી મિસાઈલ હતી.

40 દિવસમાં 11મી ટેસ્ટ

40 દિવસમાં 11મી ટેસ્ટ

ત્રણ અઠવાડિયમાં આ પૃથ્વી 2નું બીજું સફળ પરીક્ષણ છે. અગાઉ ડીઆરડીઓએ ગોપનીય રીતે 27 સપ્ટેમ્બરે આ પરમાણુ મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું છે. શુક્રવારે થયેલ પરીક્ષણને મલ્ટી ફંક્શન રડાર અને ઈલેક્ટ્રો- ઑપ્ટિક ટેલીમેટ્રો સ્ટેશનોથી ટ્રેક કરવામાં આવ્યા. આ દરમ્યાન મિસાઈલ દરેક મોર્ચે ખરી ઉતરી. સીમા વિવાદ વચ્ચે આ મિસાઈલના પરીક્ષણથી દુશ્મન દેશોની ચિંતા વધવી યોગ્ય છે.

રૂદ્રમનું પણ સફળ પરીક્ષણ

રૂદ્રમનું પણ સફળ પરીક્ષણ

ભારતે અગાઉ 8 ઓક્ટોબરે વધુ એક મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું હતું. આ દરમ્યાન ડિફેંસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન દ્વારા વિકસિત એન્ટી- રેડિએશન મિસાઈલ રુદ્રમે પોતાનો લક્ષ્ય ભેદ્યો હતો. આ મિસાઈલને પૂર્વી તટ પર સુખોઈ-30 વિમાનથી દાગવામાં આવ્યું. અગાઉ ભારતે 3 ઓક્ટોબરે શૌર્ય મિસાઈલનું પરીક્ષણ કર્યું હતું.

23 ઓક્ટોબરથી બિહાર ચૂંટણીની કમાન સંભાળશે પીએમ મોદી, કરશે 12 ચૂંટણી રેલી23 ઓક્ટોબરથી બિહાર ચૂંટણીની કમાન સંભાળશે પીએમ મોદી, કરશે 12 ચૂંટણી રેલી

English summary
India successfully tests Prithvi-2 missile
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X