For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આગલા વર્ષે બ્રિટનને પછાડીને 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે ભારતઃ જેટલી

આગામી એક વર્ષમાં બ્રિટનને પછાડીને ભારતની અર્થવ્યવસ્થા દુનિયાની પાંચમા નંબરની સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે.

|
Google Oneindia Gujarati News

આગામી એક વર્ષમાં બ્રિટનને પછાડીને ભારતની અર્થવ્યવસ્થા દુનિયાની પાંચમા નંબરની સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. બુધવારે કેન્દ્રીય મંત્રી અરુણ જેટલીએ આ દાવો કર્યો હતો. આ સમયે ભારત દુનિયાની છઠ્ઠી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. વર્લ્ડ બેંકના રિપોર્ટ મુજબ ભારતનો જીડીપી 2.59 અબજ ડૉલર છે, જ્યારે હાલના સમયમાં પાંચમા નંબર પર રહેલ બ્રિટનની અર્થવ્યવસ્થા 2.62 અબજ ડૉલરની છે.

ફ્રાન્ચની અર્થવ્યવસ્થાને પાછળ છોડી

ફ્રાન્ચની અર્થવ્યવસ્થાને પાછળ છોડી

અરુણ જેટલીએ કહ્યું કે, આ વર્ષે આપણે ફ્રાન્ચની અર્થવ્યવસ્થાને પાછળ છોડી છે. અપેક્ષા છે કે આગલા વર્ષે આપણે બ્રિટનથી પણ આગળ નીકળી જઈએ. એમણે કહ્યું કે, "ભારતની અર્થવ્યવસ્થામાં ક્ષમતા છે અને આગામી 10-20 વર્ષોમાં દુનિયાની ટૉપ 3 અર્થવ્યવસ્થામાં સામેલ થઈ શકે છે." જેટલીએ કહ્યું કે દુનિયાના બાકી દેશ ભારતની સરખામણીએ ધીમી ગતિએ પ્રગતિ કરી રહ્યા છે. જેટલીએ આ વર્ષના પ્રારંભમાં પણ આ વાત કરી હતી.

રોકાણકારો માટે ભારત ફેવરિટ

રોકાણકારો માટે ભારત ફેવરિટ

અરુણ જેટલીએ કહ્યું કે, "ઈઝ ઑફ ડુઈંગ બિઝનેસના મામલે ભારતનો રેંક તેજીથી સુધર્યો છે. ભારત રોકાણ માટે ફેવરિટ જગ્યા તરીકે ઉભરી આવ્યું છે. આજે આપણી સામે ક્રૂડ ઓઈલ અને ટ્રેડ વૉર જેવા પડકારો પણ છે, જે પરીક્ષા સમાન છે."

એશિયન ઈકોનોમિનું એન્જિન છે ભારત

એશિયન ઈકોનોમિનું એન્જિન છે ભારત

ભારતીય અર્થવ્યવસ્થાને લઈને સામે આવેલા આ નવા કેલ્ક્યુલેશન પાછળ 2017માં ભારતીય અર્થવ્યવસ્થાનું શાનદાર પ્રદર્શન છે. પાછલા એક દશકામાં ભારતની અર્થવ્યવસ્થામાં બે ગણો ગ્રોથ જોવા મળ્યો છે. આ કારણે જ ભારતને એશિયન ઈકોનોમિનું એન્જિન માનવામાં આવે છે. ભારત કરતાં ચીનની અર્થવ્યવસ્થાની ગતિ પણ ધીમી છે.

સૌથી મોટું અર્થતંત્ર

સૌથી મોટું અર્થતંત્ર

વર્લ્ડ બેંકના રિપોર્ટ મુજબ અમેરિકા હજી પણ દુનિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થા બની રહ્યું છે. અમેરિકાનો જીડીપી 19.39 અબજ ડૉલર છે, અમેરિકા બાદ ચીનનો નંબર આવે છે. ચીનનો જીડીપી 12.23 અબજ ડૉલરનો છે. 4.87 અબજ ડૉલરના જીડીપી સાથે જાપાન ત્રીજા નંબરે અને 3.67 અબજ ડૉલરના જીડીપી સાથે જર્મનીની અર્થવ્યવસ્થા ચોથા નંબર પર આવે છે. આ પણ વાંચો-આર્થિક સલાહકાર પરિષદની પહેલી બેઠકમાં રોજગાર અંગે ચર્ચા

English summary
India to surpass Britain to become world’s fifth largest economy by next year: Arun Jaitley.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X