ફ્રાન્સ પાસેથી 126 ફાઇટર વિમાન ખરીદશે ભારત
નવી દિલ્હી, 15 ફેબ્રુઆરીઃ સતત પોતાની મિસાઇલના માધ્યમથી સૈન્ય શક્તિને મજબૂત કરી રહેલી ભારતીય વાયુસેનામાં ટૂંક સમયમાં 126 નવા ફાઇટર વિમાન સામેલ થશે. આ માટે ભારતના પ્રધાનમંત્રી મનમોહન સિંહ અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ફ્રાંસવા ઓલાંદ વચ્ચે એક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ વિમાનોના કરારની કિંમત અંદાજે 10 અરબ ડોલર છે.

રક્ષા સંબંધ પર ઓલાંદે કહ્યું કે ફ્રાન્સ અને ભારત ઘણા વર્ષોથી સહયોગ કરી રહ્યાં છે, તેમણે કહ્યું, ' ભારત-ફ્રાન્સ ઉપકરણો પર ભરોસો કરે છે અને ફ્રાન્સ, ભારત પર તેના ઉપયોગ માટે ભરોસો કરે છે. ભારત શાંતિની ભૂમિ છે.' 126 રફાલ ફાઇટર વિમાન માટે કરાર અંગે ઓલાંદે કહ્યું કે કરાર પર વાતચીત કરવામાં આવી છે અને અમને આશા છે કે અમે ટૂંક સમયમાં નિષ્કર્ષ પર પહોંચીશું.
પ્રધાનમંત્રી મનમોહન સિંહે ફ્રાન્સને ભારતના સૌથી કીમતી રણનીતિક ભાગીદાર ગણાવ્યું છે અને કહ્યું છે કે અમારા સંબંધો અમારા સહયોગની વિવિધતાની સાથોસાથ અમારી વાતચીતની તીવ્રતાથી પરિભાષિત થાય છે. તેમણે કહ્યું કે, અમે મહારાષ્ટ્રમાં જૈતાપુર નાભિકીય ઉર્જા પરિયોજનાની પ્રગતિની સમીક્ષા કરી છે અને તે ટૂંક સમયમાં લાગુ થવા પર પોતાની પ્રતિબદ્ધતાને ફરીથી રજુ કરી છે.












Click it and Unblock the Notifications
