મેગેઝિન કવર પર રામદેવ, ટ્વિટર પર ઉડ્યો મજાક...
બાબા રામદેવે તેમના યોગ પ્રેમના કારણે લોકોમાં પોતાની એક અલગ જગ્યા બનાવી છે. તે સમયાંતરે લોકોને વિવિધ યોગ આસનો કરી યોગ પ્રત્યે જાણકારી આપતા રહે છે. પણ યોગના આવા જ એક આસનના પોઝે ટ્વિટર જેવા સોશ્યલ એકાઉન્ટ પર હાલ તેમને રમૂજનું કેન્દ્ર બનાવી દીધું છે. વાત એમ બની કે દેશના જાણીતા મેગેઝિન ઇન્ડિયા ટુડેના કવર પેઝ માટે બાબા રામદેવનો એક ફોટો લેવામાં આવ્યો. જેનો પોઝ કંઇક તેવો હતો કે લોકોએ ટ્વિટર પર તેમની મજાક ઉડાવવા લાગ્યા.

કોઇ તેમને રોકેટ સાથે ઉડતા બતાવ્યા તો કોઇએ તેમને પાણીમાં ડૂબકી મારતા. જો કે આ તમામ તસવીરો જોઇને જ્યાં તમે હસી પડશો ત્યાં જ આ વાતનો ધણા લોકોએ વિરોધ પણ કર્યો છે. જ્યાં એક બાજુ બાબા રામદેવના જોક્સ ટ્વિટર પર મોટા પ્રમાણમાં શેયર થઇ રહ્યા છે. ત્યાં લોકોએ પણ પોતાની ક્રિએટીવીટી બતાવવામાં કસર નથી છોડી.












Click it and Unblock the Notifications
