India TV CNX Exit Poll : તેલંગાણામાં કોંગ્રેસ-બીઆરએસ વચ્ચે કેટલી કાંટાની ટક્કર, બીજેપી માટે કેટલી સંભાવના?
તેલંગાણામાં વિધાનસભા ચૂંટણીનું મતદાન પૂર્ણ થતા પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન પુરૂ થઈ ગયુ છે. તેલંગાણામાં ત્રિકોણીય મુકાબલો છે. ત્રણેય પક્ષો બીઆરએસ, ભાજપ અને કોંગ્રેસ પોતપોતાની જીતનો દાવો કરી રહ્યા છે.
આ સ્થિતીમાં જોવાનું એ રહે છે કે શું BRS સત્તા બચાવી શકશે કે કેમ? કે પછી કોંગ્રેસ બહુમતી સાથે સરકાર બનાવશે? અહીં બીજેપી માટે કેટલી સંભાવના છે?

તેલંગાણામાં કોની સરકાર બનશે તે તો મત ગણતરી બાદ જ ખબર પડશે પરંતુ એક્ઝિટ પોલ અનુસાર વિધાનસભા ચૂંટણીના પરિણામો આવે તેની પુરી શક્યતા છે. ઈન્ડિયા ટીવી સીએનએક્સ તેલંગાણા એક્ઝિટ પોલ અનુસાર, તેલંગાણામાં કોંગ્રેસને મોટી લીડ છે. BRSને ભારે નુકસાન થઈ રહ્યું છે.
તેલંગાણામાં કઇ પાર્ટીને કેટલી સીટ?
BRS - 31-47
કોંગ્રેસ - 63-79
બીજેપી - 02-04
AIMIM - 05-07
અન્ય - 00
જણાવી દઈએ કે, સાંજે 5 વાગ્યા સુધી તેલંગાણાની 119 વિધાનસભા સીટો માટે 63.54 ટકા મતદાન થયું છે. સવારે 7 વાગ્યાથી શરૂ થયેલા મતદાનમાં અભિનેતાઓ, રાજકારણીઓ અને સામાન્ય નાગરિકો સહિત મોટી સંખ્યામાં મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો. 3 કરોડ 26 લાખથી વધુ લોકોએ મતદાન કર્યું છે. ચૂંટણીમાં કુલ 2,290 ઉમેદવારો મેદાનમાં છે.












Click it and Unblock the Notifications
