ભારત-અમેરિકા અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનની ગતિવિધિ પર નજર રાખી રહ્યા છે-વિદેશ સચિવ

ભારતના વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રિંગલાએ શુક્રવારે વોશિંગ્ટન ડીસીની ત્રણ દિવસની મુલાકાત પૂરી કરી. મુલાકાત દરમિયાન તેમણે એક પત્રકાર પરિષદ યોજી હતી અને કહ્યું હતું કે ભારત અને અમેરિકા અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનની દરેક પ્રવૃત્તિ પર નજર રાખી રહ્યા છે. તેમણે કહ્યું કે ભારતના તાલિબાન સાથે મર્યાદિત સબંધો છે અને અફઘાનિસ્તાનના નવા શાસકોએ સંકેત આપ્યો છે કે તે નવી દિલ્હીને તેની ચિંતાઓ દૂર કરવા માટે સમર્થન આપશે.

India-US

પ્રેસને સંબોધતા હર્ષવર્ધન શ્રિંગલાએ કહ્યું, "અમે નવેમ્બરમાં યોજાનારી 2+2 વાટાઘાટની રાહ જોઈ રહ્યા છીએ. મંત્રણાની તારીખ હજુ નક્કી કરવામાં આવી નથી. તમને જણાવી દઈએ કે વોશિંગ્ટન ડીસીની મુલાકાત દરમિયાન હર્ષવર્ધન શ્રિંગલા રાષ્ટ્રપતિ જો બાઈડન વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓને મળ્યા હતા. આ મુલાકાતમાં તેઓ વિદેશ મંત્રી એન્ટોની બ્લિન્કેનને પણ મળ્યા હતા.

ઉલ્લેખનિય છે કે, એક તરફ અફઘાનિસ્તાનમાં તાલિબાનનો કબ્જો અને બીજી તરફ અફઘાનિસ્તાનની તાલિબાન સરકારન પાકિસ્તાનનું સમર્થન ભારત સહિત દુનિયાભરના દેશો માટે માથાનો દુખાવો બની શકે છે. તાલિબાનનો ભુતકાળ અને પાકિસ્તાનની વર્ષો જુની દુશ્મની ભારત ક્યારેય ભુલી શકે તેમ નથી. ત્યારે હવે જોવાનું એ રહે છે કે ભારત આગળ કઈ દિશામાં પગલુ ભરે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X