ઇન્ડિયાબુલ્સની ઓફિસે પથ્થર મારો, MNSના બે કાર્યકરોની ધરપકડ

મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના અંદાજે 10-15 કાર્યકરોએ રવિવારે રાત્રે એલ્ફિન્સ્ટન વિસ્તારમાં આવેલી ઇન્ડિયાબુલ્સ ફાઇનાન્સ સેન્ટરની સિક્યુરિટી કેબિન પર પત્થરમારો કર્યો હતો. આ બનાવને નજરે જોનારાનું કહેવું છે કે મનસેના કાર્યકરો સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા કે ઇન્ડિયાબુલ્સ મુર્દાબાદ, મનસે જિન્દાબાદ. આ સમગ્ર ઘટના પબ્લિક સ્ટન્ટ હોય તેવું સાક્ષીઓનું માનવું છે. તેમનું કહેવું ચે કે ટીવી ચેનલ્સ આવે તેની રાહ તેઓ જોઇ રહ્યા હતા. ચેનલ્સ વાળા આવ્યા કે તોડીવાર રહી પત્થરમારો કરી તેઓ ભાગી છૂટ્યા હતા.
આ અંગે દાદર પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર પ્રકાશ પાટિલે જણાવ્યું કે "આ હુમલામાં કોની સંડોવણી છે તે શોધવાનો પ્રયત્ન અમે કરી રહ્યા છીએ." આ ઘટના અંગે ઇન્ડિયાબુલ્સના સીઇઓ ગગન બંગાએ જણાવ્યું કે હું કશું જ કહેવા માંગતો નથી. આ સેન્ટર રાત્રે પોણા નવ વાગે ખાલી હોવાથી કોઇને ઇજા પહોંચી નથી.












Click it and Unblock the Notifications
