For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એરફોર્સ હુમલામાં તબાહ જેશ અડ્ડાની તસવીરો, અહીં મળતી હતી આતંકની ટ્રેનિંગ

ગઈ કાલે ઇન્ડિયન એરફોર્સે એલઓસી પાર કરીને જેશના આતંકી ઠેકાણે બૉમ્બ મારીને તેને તબાહ કરી નાખ્યું હતું.

|
Google Oneindia Gujarati News

ગઈ કાલે ઇન્ડિયન એરફોર્સે એલઓસી પાર કરીને જેશના આતંકી ઠેકાણે બૉમ્બ મારીને તેને તબાહ કરી નાખ્યું હતું. સૂત્રો અનુસાર આ કાર્યવાહીમાં 300 જેટલા આતંકીઓ માર્યા ગયા છે. મંગળવારે સવારે 3.30 વાગ્યે ઇન્ડિયન એર ફોર્સ મિરાજ ફાઈટર જેટ નિયંત્રણ રેખા પાર કરીને બાલાકોટમાં આવેલા જેશ-એ-મોહમ્મદના ઠેકાણા પર બૉમ્બ વરસાવ્યા છે. ભારતે લગભગ 1000 કિલોગ્રામ બૉમ્બ ફેંક્યા. આ હુમલામાં જેશનો 600 એકડમાં ફેલાયેલો અડ્ડો પણ ખતમ કરી દેવામાં આવ્યો છે, જેમાં લગભગ 600 લોકોને ટ્રેનિંગ આપવામાં આવતી હતી.

આ પણ વાંચો: સુધરશે નહિ પાકિસ્તાન, 3 જગ્યાએ BAT રચી રહી છે હુમલાનું ષડયંત્ર

પીઓકે થી 80 કિલોમીટર દૂર કેમ્પ

પીઓકે થી 80 કિલોમીટર દૂર કેમ્પ

આ આતંકી કેમ્પ પીઓકે થી 80 કિલોમીટર દૂર છે. અહીં રહેવાની વ્યવસ્થા સાથે સ્વિમિંગ પૂલ, ફાયરિંગ રેન્જ, અને બીજી રમતગમત માટે પણ જગ્યા રાખવામાં આવી છે. તેને એવી રીતે બનાવવામાં આવ્યું છે કે પહાડીઓથી તે દેખાય નહીં. આ અડ્ડાઓ વર્ષ 2003-04 દરમિયાન બનાવવામાં આવ્યા હતા, જયારે અફઘાનિસ્તાનમાં જંગ ચાલી રહી હતી. સરકારી સૂત્રો ઘ્વારા આ તસવીરો જાહેર કરવામાં આવી છે.

સીઢીઓ પર ઝંડા બન્યા હતા

સીઢીઓ પર ઝંડા બન્યા હતા

ભારતે જેશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલી જાણકારી સાથે જેશની ટ્રેનિંગ કેમ્પની જાણકારી પણ રજુ કરી. ઇન્ટેલિજન્સ સૂત્રો ઘ્વારા જે ફોટો શેર કરવામાં આવી છે. તેના અનુસાર જેશના બાલાકોટ સેન્ટરની સીઢીઓ પર અમેરિકા, બ્રિટન અને ઇઝરાયેલના ઝંડાઓ બનાવવામાં આવ્યા હતા. જે તસવીરો જાહેર કરવામાં આવી છે, તે જેશના આતંકી અડ્ડાની છે જ્યાંથી તે ભારત વિરોધી ગતિવિધિઓ સંચાલિત કરતો હતો. સૂત્રો અનુસાર અહીં 200 કરતા પણ વધારે એકે-47, અગણિત હેન્ડગ્રેનેડ, વિસ્ફોટક અને ડેટોનેટર્સ રાખવામાં આવ્યા હતા. આ આખા કેમ્પનો પ્રમુખ મસૂદ અઝહરનો બનેવી મૌલાના યુસુફ અઝહર હતો. વાયુસેના ઘ્વારા કરવામાં આવેલા હુમલામાં તેને પણ માર્યાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

ભારતીય વાયુસેનાની કાર્યવાહી

ભારતીય વાયુસેનાની કાર્યવાહી

ગઈ કાલે ઇન્ડિયન એરફોર્સે એલઓસી પાર કરીને જેશના આતંકી ઠેકાણે બૉમ્બ મારીને તેને તબાહ કરી નાખ્યું હતું. સૂત્રો અનુસાર આ કાર્યવાહીમાં 300 જેટલા આતંકીઓ માર્યા ગયા છે. ભારતીય વાયુસેનાની કાર્યવાહી પછી બોર્ડર વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. પાકિસ્તાન ઘ્વારા પણ ભારતીય વાયુસેના ઘ્વારા કરવામાં આવેલા હુમલાનો સ્વીકાર કરવામાં આવ્યો છે.

English summary
indian air force strike Photos Of JeM Camp Where Terrorists Trained
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X