For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો ભારત-ચીન માટે શું છે લદ્દાખના ચુશુલનુ મહત્વ, શું થયુ હતુ 62ના યુદ્ધમાં

ભારત અને ચીનની સેનાઓ વચ્ચે લાઈન ઑફ એક્ચ્યુઅળ કંટ્રોલ(એલએસી) પર ચાલી રહેલ વિવાદ ઉકલેવાના હેતુથી છ જૂને વાતચીત છે. આ મીટિંગ ચુશુલ-મોલ્ડોમાં થઈ શકે છે. જાણો તેનુ મહત્વ.

|
Google Oneindia Gujarati News

ભારત અને ચીનની સેનાઓ વચ્ચે લાઈન ઑફ એક્ચ્યુઅળ કંટ્રોલ(એલએસી) પર ચાલી રહેલ વિવાદ ઉકલેવાના હેતુથી છ જૂને વાતચીત છે. લેફ્ટનન્ટ જનરલ સ્તરની આ વાતચીતમાં પૂર્વ લદ્દાખમાં ચાલી રહેલ તણાવને ઉકેલવાના વિકલ્પો પર વાત થઈ શકે છે. સેનાના સૂત્રો તરફથી જણાવવામાં આવ્યુ છે કે ભારત તરફથી 14 કૉર્પ્સના કમાંડર લેફ્ટરનન્ટ જનરલ હરિંદર સિંહ હાજર રહેશે અને પોતાના ચીની સમકક્ષ સાથે મુદ્દા પર વિસ્તારથી ચર્ચા કરશે. સેનાના સૂત્રો તરફથી જણાવવામાં આવ્યુ છે કે આ મીટિંગ ચુશુલ-મોલ્ડોમાં થઈ શકે છે.

ભારતની સેના માટે રણનીતિક મહત્વ ધરાવે છે ચુશુલ

ભારતની સેના માટે રણનીતિક મહત્વ ધરાવે છે ચુશુલ

ચુશુલ ભારતીય સેના માટે બહુ જ રણનીતિક સ્થાન છે. આ જગ્યા પહેલી વાર સન 1962ની જંગમાં બધાની નજર સામે આવી હતી જ્યારે મેજર શૈતાન સિંહની કંપનીએ ચીનના 1300 જવાનોને ધરાશાયી કરી દીધા હતા. ચુશુલ, લદ્દાખની રાજધાની લેહનુ એક ગામ છે. આ જગ્યા દારબુકમાં આવે છે અને તેને ચુશુલ ઘાટીના નામથી પણ ઓળખવામાં આવે છે. આ ગામના મોટાભાગના લોકો અશિક્ષિત છે. અહીંની વસ્તી મોટાભાગે બકરી અને યાક પાલનથી જીવન નિર્વાહ કરે છે. ખેતીના નામે જવ અને વટાણાની ખેતી થાય છે. ઠંડીમાં આ ગામ લેહથી સંપૂર્ણપણે કટઑફ થઈ જાય છે. આ જગ્યાની મુખ્ય રમત આઈસ હૉકી છે.

62માં અહી થયુ હતુ રેજાંગ લાનુ યુદ્ધ

62માં અહી થયુ હતુ રેજાંગ લાનુ યુદ્ધ

સન 1962માં જ્યારે ચીને હુમલો કર્યો તો આ જગ્યાએ થયેલી લડાઈને રેજાંગ લાના યુદ્ધના નામથી ઓળખવામાં આવી. આજે પણ રેજાંગ લાની લડાઈ ઈતિહાસમાં એક અલગ મુકામ ધરાવે છે. 62ની જંગમાં આ જગ્યાએ જો સેના જીત ન મેળવતી તો કદાચ આખા લદ્દાખ પર ચીનનો કબ્જો હોત. રેજાંગ લા, લદ્દાખમાં દાખલ થનાર દક્ષિણ-પૂર્વના રસ્તે પડતો પાસ છે. આ 2.7 કિલોમીટર લાંબો અને 1.8 કિલોમીટર પહોળો છે. તેની ઉંચાઈ લગભગ 16,000 ફુટ છે. 62ની જંગના સમયે રેજાંગ લા પાસમાં કુમાઉ રેજીમેન્ટના 13 કુમાઉ બટાલિયનની એક ટીમના મેજર શેતાન સિંહ લીડ કરી રહ્યા હતા.

સામે હતા ચીનના હજારો સૈનિક

સામે હતા ચીનના હજારો સૈનિક

18 નવેમ્બર 1962ના રોજ સવારે રેજાંગલા પાસની બરફથી ઢંકાયેલી પહાડીઓમાં ચીને ફાયરિંગ શરૂ કરી દીધુ. જે જગ્યા એકદમ શાંત હતી ત્યારે ત્યાં ગોળીબાર થઈ રહ્યો હતો. પીપલ્સ લિબ્રેશન ઑફ આર્મી એટલે કે પીએલએના પાંચથી 6 હજાર સૈનિક હથિયારે અને તોપ સાથે લદ્દાખની રેજાંગ લામાં દાખલ થઈ ગયા હતા.13 કુમાઉની એક ટુકડી ચુશુલ વેલીની રક્ષામાં તૈનાત હતી અને મેજર શૈતાન સિંહ પાસે માત્ર 120 જવાન હતા. આ જવાનોએ ચીનની હજારો જવાનોને જોઈને પણ હિંમત ગુમાવી નહિ અને પૂરી ક્ષમતા સાતે ચીની દુશ્મનોનો સામનો કર્યો. મેજર શૈતાન સિંહ પર ગોળીઓનો વરસાદ થતો રહ્યો પરંતુ તે પોતાની ટીમનુ પ્રોત્સાહન વધારતા રહ્યા. મેજર શૈતાન સિંહની ટીમને ચાર્લી કંપની કહેવામાં આવી હતી.

અહીં મળ્યુ મેજર શૈતાન સિંહનુ શબ

અહીં મળ્યુ મેજર શૈતાન સિંહનુ શબ

ચીનની સેના પાસે તોપ અને ભારે દારૂગોળો હતો અને ભારત સામે પહાડ એક ઉંચી ચોટી જેના પર બરફ જામેલો હતો તે દિવાલની જેમ ઉભી હતી. આ ઉંચી ચોટીના કારણે તે મેજર શૈતાન સિંહને મદદ મોકલી શકાતી નહોતી. મેજર શૈતાન સિંહે પોતાના 120 જવાનોમાં દમ ભર્યો અને ચીનનો સામનો કરવા માટે કહ્યુ. ત્રણ દિવસ સુધી લડાઈ થતી રહી અને આ જગ્યાએ બાદમાં મેજર શેતાન સિંહનુ શબ મળ્યુ હતુ. આ જગ્યાએ તેમના નામ પર હવે એક સ્મારક છે. 120માંથી 114 સૈનિક શહીદ થઈ ગયા હતા. ભારતીય સૈનિકોના પરાક્રમ આગળ ચીની સેનાએ હથિયાર મૂકી દેવા પડ્યા હતા. ચીનના 1300 સૈનિક માર્યા ગયા હતા.

21 નવેમ્બરે ચીને મૂકી દીધા હતા હથિયાર

21 નવેમ્બરે ચીને મૂકી દીધા હતા હથિયાર

છેવટે ચીને 21 નવેમ્બરે અહીં સીઝફાયરનુ એલાન કરી દીધુ હતુ. મેજર શૈતાન સિંહને ભારત સરકાર તરફથી સન1963માં પરમવીર ચક્રથી સમ્માનિત કરવામાં આવ્યા હતા. આજે દુનિયા રેજાંગ લા પાસને અહીર ધામના નામથી પણ જાણે છે. વાસ્તવમાં 13 કુમાઉના 120 જવાવ દક્ષિણ હરિયાણાના એ વિસ્તારમાંથી આવે છે જેને અહીરવાલ તરીકે ઓળખવામાં આવે છે. બધા 120 જવાન ગુડગાંવ, રેવાડી, નરનૌલ અને મહેન્દ્રગઢ જિલ્લાઓમાંથી આવતા હતા. મેજર શૈતાન સિંહ રેવાજીા રહેવાસી હતી. રેજાંગ લા યુદ્ધમાં શહીદ સૈનિકોની યાદમાં રેવાડી અને ગુડગાંવમાં સ્મારક બનાવવામાં આવ્યા છે. રેવાડીમાં દર વર્ષે રેજાંરલા શૌર્ય દિવસ ધામધૂમથી મનાવવામાં આવે છે અને વીર સૈનિકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે.

India China Border talks: 'ભારત-ચીન વચ્ચે LAC સ્પષ્ટ નહિ થાય તો સ્થિતિ LOC જેવી થઈ જશે'India China Border talks: 'ભારત-ચીન વચ્ચે LAC સ્પષ્ટ નહિ થાય તો સ્થિતિ LOC જેવી થઈ જશે'

English summary
Indian Army and Chinese Generals to meet at Chushul in Eastern Ladakh. Know its importance.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X