For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પુંછમાં સેનાએ પાકિસ્તાનની પોસ્ટ ઉડાવી, 10 પાક જવાનો ઠાર

જમ્મુ કાશ્મીરના પુંછમાં પાકિસ્તાન સેના ઘ્વારા સોમવારે સતત ફાયરિંગ કરવામાં આવી. ભારતીય સેનાએ પણ પાકિસ્તાનની આ હરકતનો જડબાતોડ જવાબ આપ્યો.

|
Google Oneindia Gujarati News

જમ્મુ કાશ્મીરના પુંછમાં પાકિસ્તાન સેના ઘ્વારા સોમવારે સતત ફાયરિંગ કરવામાં આવી. ભારતીય સેનાએ પણ પાકિસ્તાનની આ હરકતનો જડબાતોડ જવાબ આપ્યો. સૂત્રો ઘ્વારા જે જાણકારી આપવામાં આવી છે કે તેના અનુસાર ભારતીય સેના ઘ્વારા કરવામાં આવેલી જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાનના 10 જવાનો માર્યા ગયા છે. પરંતુ પાકિસ્તાન ઘ્વારા ત્રણ સૈનિકો માર્યા ગયાની પુષ્ટિ કરવામાં આવી છે. પુંછમાં રહેણાંક વિસ્તારમાં થયેલી ફાયરિંગને કારણે એક 6 વર્ષની બાળકીની પણ મૌત થઇ ચુકી છે. તેની સાથે સાથે બીએસફેના ઇન્સ્પેક્ટર રેન્કના ઓફિસર પણ શહીદ થયા છે.

આ પણ વાંચો: કલમ 370 હટાવી તો ભારત સાથે જમ્મુ-કાશ્મીરનો સંબંધ ખતમઃ મહેબુબા મુફ્તી

પાકિસ્તાને તેમના ત્રણ સૈનિકો મર્યાની પુષ્ટિ કરી

પાકિસ્તાને તેમના ત્રણ સૈનિકો મર્યાની પુષ્ટિ કરી

પાકિસ્તાની સેનાના મીડિયા વિંગ આઇએસપીઆર ઘ્વારા એક નિવેદન જાહેર કરવામાં આવ્યું છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે તેમના ત્રણ જવાનો નિયંત્રણ રેખા પર આવેલા રાકચકરી, રાવલકોટમાં થયેલા ફાયરિંગમાં માર્યા ગયા છે. જયારે ભારતીય સેના ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે પાકિસ્તાન નુક્શાનની સાચી જાણકારી નથી આપી રહ્યું. સેના સૂત્રો અનુસાર પાકિસ્તાનના માર્યા ગયેલા જવાનોની સંખ્યા ત્રણ કરતા વધારે છે, તેઓ સાચા આંકડા નથી આપી રહ્યા.

સાચું નુકશાન છુપાવી રહ્યું છે પાકિસ્તાન

સાચું નુકશાન છુપાવી રહ્યું છે પાકિસ્તાન

સૂત્રો ઘ્વારા જણાવવામાં આવ્યું કે પાકિસ્તાનની ઘણી પોસ્ટને નિશાનો બનાવવામાં આવી હતી. ભારત ઘ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં પાકિસ્તાનના ઘણા જવાનોની મૌત થઇ છે, જેનો સાચો આંકડો આપવામાં નથી આવી રહ્યો. ભારત ઘ્વારા એલઓસી પર પાકિસ્તાની આર્મીના સ્નાઇપરને ટક્કર આપવા માટે ભારત ઘ્વારા નવા સ્નાઇપર રાઇફલ્સની ગોઠવણી કરવામાં આવી છે.

બાળકીની મૌત અને એક ઓફિસર શહીદ

બાળકીની મૌત અને એક ઓફિસર શહીદ

પુંછમાં ચાલી રહેલી ફાયરિંગમાં એક 6 વર્ષની બાળકીની મૌત થઇ ચૂઈ હતી. પાકિસ્તાન ઘ્વારા સવારે 7.45 વાગ્યાથી જ ભારે ગોળીબારી ચાલુ કરવામાં આવી રહી હતી. મોર્ટર અને કેટલાક નાના હથિયારો ઘ્વારા કેટલાક ગામોને નિશાનો બનાવવામાં આવ્યો હતો. એલઓસી પર થયેલી પાકિસ્તાની ફાયરિંગનો ભારતીય સેના ઘ્વારા જડબાતોડ જવાબ આપવામાં આવ્યો. પાકિસ્તાની ફાયરિંગમાં ગામના 4 સામાન્ય લોકો પણ ઘાયલ થયા છે, જેમને ઉપચાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

English summary
Indian army has retaliated strong along LoC in Poonch on Monday
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X