For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લદ્દાખ બૉર્ડર પર ભારત અને ચીન વચ્ચે તણાવ, સૈનિકોમાં થઈ ધક્કા-મુક્કી

ટાઈમ્સ ઑફ ઈન્ડિયાના સમાચાર મુજબ ભારત અને ચીનના સૈનિક પૂર્વી લદ્દાખમાં ભિડાઈ ગયા અને બંને વચ્ચે ઘણા સમય સુધી ધક્કા-મુક્કી થતી રહી.

|
Google Oneindia Gujarati News

ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલ તણાવ વચ્ચે બુધવારે રાતે ચીન તરફથી પણ બબાલ ઉભી થઈ ગઈ. ટાઈમ્સ ઑફ ઈન્ડિયાના સમાચાર મુજબ ભારત અને ચીનના સૈનિક પૂર્વી લદ્દાખમાં ભિડાઈ ગયા અને બંને વચ્ચે ઘણા સમય સુધી ધક્કા-મુક્કી થતી રહી. સમાચાર પત્રના જણાવ્યા મુજબ આ ઘટના 134 કિલોમીટર લાંબી પેંગોંગ ઝીલના ઉત્તર કિનારે થઈ જેના એક તૃતીયાંશ ભાગ પર ચીનનુ નિયંત્રણ છે. જો કે બંને પક્ષો વચ્ચે પ્રતિનિધિમંડળ સ્તરે વાતચીત બાદ સ્થિતિ સામાન્ય થઈ ગઈ છે અને મામલો નિયંત્રણમાં છે.

ભારત અને ચીનના સૈનિકોમાં ધક્કા-મુક્કી

ભારત અને ચીનના સૈનિકોમાં ધક્કા-મુક્કી

કહેવામાં આવી રહ્યુ છે કે જે સમયે ભારતીય સૈનિકો પેટ્રોલિંગ પર હતા અને એ દરમિયાન તેમનો આમનો સામનો ચીનના પીપલ્સ લિબ્રેશન આર્મીના સૈનિકો સાથે થઈ ગયો હતો, ચીની સૈનિકોએ વિસ્તારમાં ભારતીય સૈનિકોની હાજરીનો વિરોધ કર્યો અને ત્યારબાદ બંને તરફથી સૈનિકોમાં ધક્કા-મુક્કી થવા લાગી.

બ્રિગેડિયર સ્તરની ફ્લેગ મીટિંગ બાદ મામલો થાળે પડ્યો

બ્રિગેડિયર સ્તરની ફ્લેગ મીટિંગ બાદ મામલો થાળે પડ્યો

જો કે મોડી સાંજે બંને દેશોના બ્રિગેડિયર સ્તરની ફ્લેગ મીટિંગ બાદ મામલો ઉકેલાઈ ગયો અને ટકરાવ ખતમ થઈ ગયો. તમને જણાવી દઈએ કે આ લગભગ એ જ જગ્યા હતી જ્યાં વર્ષ 2017માં ભારત અને ચીની સૈનિકો વચ્ચે જોરદાર મારપીટ થઈ હતી. હાલમાં સ્થિતિ સામાન્ય છે.

આ પણ વાંચોઃ ગુજરાત અને એમપીમાં ભારે વરસાદનું એલર્ટ, વિજળી પડવાની સંભાવનાઆ પણ વાંચોઃ ગુજરાત અને એમપીમાં ભારે વરસાદનું એલર્ટ, વિજળી પડવાની સંભાવના

ચીનને આપી હતી વૉર્નિંગ

ચીનને આપી હતી વૉર્નિંગ

હજુ ગયા મહિને જ પૂર્વ સેના કમાંડના લેફ્ટનન્ટ જનરલ એમ એમ નરવાને ચીનને ચેતવણી આપીને કહ્યુ હતુ કે, ‘હવે અમે 1962ની સેના નથી અનેજો ચીન કહેતુ હોય કે ઈતિહાસ ના ભૂલો, તો અમે તેને પણ આ જ વાત કહીશુ. હું 1962માં સેના પર બ્લેક માર્ક રૂપે નથી જોતો. સેનાના બધા એકમોએ સારી રીતે લડાઈ લડી અને તેમના નિર્ધારિત કાર્યોને પૂર્ણ કર્યા.' તેમણે કહ્યુ કે, ‘જો ચીને વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) પર વિવાદિત ક્ષેત્રમાં 100 અતિક્રમણ કર્યુ છે તો ભારતીય સેનાએ 200 વાર આવુ કર્યુ છે.'

English summary
Border tensions between India and China flared up yet again on Wednesday with a prolonged confrontation between the rival troops in eastern Ladakh.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X