ભારતીય ક્રિકેટરો ફિટ થવા ઈંજેક્શન લઈ રહ્યા છે, ચીફ સિલેક્ટર ચેતન શર્માનો આરોપ
ભારતીય ટીમની પસંદગી સમિતીના ચીફ સિલેક્ટર ચેતન શર્માના એક વીડિયોએ મોટા વિવાદ છેડ્યા છે. આ વીડિયોમાં ચેતન શર્મા ઘણા ખુલાસા કરી રહ્યા છે.
ભારતીય ટીમમાં છેલ્લા કેટલાક સમયથી ખેલાડીઓની ઈજાને લઈને સતત ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે હવે ચીફ સિલેક્ટર ચેતન શર્માના નિવેદને વિવાદ છેડ્યો છે. ટીમના મુખ્ય પસંદગીકાર ચેતન શર્માએ દ્વારા કેટલાક મોટા અને વિવાદાસ્પદ ખુલાસા કર્યા છે. ચેતન શર્માએ ખુલાસો કરતા કહ્યું કે, ફિટનેસ માટે ખેલાડીઓ ઈન્જેક્શન લઈ રહ્યા છે. એક સ્ટિંગ ઓપરેશનમાં કેટલીક બાબતોનો ખુલાસો થયો છે.

ભારતીય ટીમના ચીફ સિલેક્ટર ચેતન શર્માને લઈને જી ન્યૂઝના એક વીડિયોમાં આ ખુલાસા થયા છે. એક સ્ટિંગ ઓપરેશનમાં ચેતન શર્મા ખુલાસા કરતા જોવા મળી રહ્યા છે. ચેતન શર્મા અહીં જણાવી રહ્યા છે કે, ભારતીય ખેલાડીઓ ફિટ રહેવા માટે એવા ઈન્જેક્શનનો ઉપયોગ કરે છે જે ડોપ ટેસ્ટમાં પકડાઈ શકે નહીં. આ સિવાય વિરાટ કોહલી અને સૌરવ ગાંગુલી મુદ્દે પણ મોટો વિવાદ છેડ્યો છે. ચેતન શર્મા કહી રહ્યા છે કે, પસંદગી સમયે 80 થી 85 ટકા ખેલાડીઓ ફિટ નથી હોતા પરંતુ પસંદગી માટે રેસમાં રાખવા વિનંતી છે.
ચેતન શર્માએ કહ્યું કે, મીડિયા સામે વિરાટ કોહલીએ સૌરવ ગાંગુલીને અપમાનિત કરવા માટે નિવેદનો કર્યા હતા પરંતુ તે તેને ભારે પડી. ચેતન શર્માએ કહ્યું કે, હાર્દિક પંડ્યા મને મળવા આવતો રહે છે. જ્યારે વિરાટને સફેદ બોલની કેપ્ટનશીપથી હટાવી દેવાયો ત્યારે તેને લાગ્યું કે ગાંગુલીએ તેને હટાવ્યો છે. આ પછી તેણે સાઉથ આફ્રિકાના પ્રવાસ પર જઈને જાણી જોઈને મીડિયા સામે આ વાત કરી. ચેતન શર્માએ એમ પણ કહ્યું કે રોહિતને કેપ્ટન તરીકે પસંદ કરવામાં નહોતો આવ્યો ન પરંતુ વિરાટને પસંદ નહોતો કરવામાં આવતો.
અહીં ચેતન શર્માએ કહ્યું કે, જ્યારે વિરાટ કોહલીએ કેપ્ટનશિપ છોડવાનું કહ્યું ત્યારે ગાંગુલીએ તેને એવું ન કરવાનું કહ્યું. તે સમયે 7-8 લોકો હાજર હતા. હું પોતે હતો અને પસંદગી સમિતિમાં ઘણા લોકો હતા. આ પછી મીડિયા સામે આવતા કોહલીએ કહ્યું કે મને કોઈએ કહ્યું નથી કે કેપ્ટન્સી ન છોડો.
અહીં ચેતન શર્માએ કહ્યું કે, રોહિત શર્મા વિરાટ કોહલીને ટીમમાં રાખવા માંગતો હતો. બંને ખેલાડીઓ એકબીજાને સપોર્ટ કરે છે. આ સિવાય તેમણે કહ્યું કે મારી રોહિત શર્મા સાથે લાંબી વાતચીત થઈ છે. વિરાટ કોહલી આવું નથી કરતો. ચેતને એમ પણ કહ્યું કે હાર્દિક પંડ્યા મને મળતો રહે છે. અન્ય એક ખુલાસો એ પણ થયો છે કે, બુમરાહ વર્લ્ડ કપ પહેલા ફિટ નહોતો પરંતુ જાણીજોઈને અનફિટ હોવા છતાં રમવા આવ્યો હતો અને પછી તેને આખી ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો.












Click it and Unblock the Notifications
