For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બ્રિટનને પણ દવાઓ મોકલશે ભારત, અંગ્રેજોએ પણ પીએમ મોદીને કહ્યુ ‘થેંક્યુ'

કોરોના વાયરસનો પ્રકોપ સહન કરી રહેલ વિશ્વના વિકસિત દેશોની મદદ કરીને ભારતે એક વાર ફરીથી સાબિત કરી દીધુ છે કે દોસ્તી નિભાવવામાં તેના જેવુ બીજુ કોઈ નથી.

|
Google Oneindia Gujarati News

કોરોના વાયરસનો પ્રકોપ સહન કરી રહેલ વિશ્વના વિકસિત દેશોની મદદ કરીને ભારતે એક વાર ફરીથી સાબિત કરી દીધુ છે કે દોસ્તી નિભાવવામાં તેના જેવુ બીજુ કોઈ નથી. વૈશ્વિક મહામારી કોરોના વાયરસે આખી દુનિયાને પોતાની ચપેટમાં લઈ લીધુ છે. ભારત પણ આનાથી લડાઈ લડી રહ્યુ છે. એવામાં જ્યારે ઘણા દેશ ખુદની મદદ નથી કરી રહ્યા, એ દરમિયાન ભારત બીજા દેશોને દવાઓ નિકાસ કરીને તેમની મદદ કરી રહ્યુ છે. અમેરિકા, બ્રાઝિલ અને હવે બ્રિટને ભારત સરકારના આ પગલાંની પ્રશંસા કરી છે.

pm modi

ડોનાલ્ડ ટ્રમ્પના અનુરોધ પર ભારત સરકારે પહેલા અમેરિકા પછી બ્રાઝિલ અને હવે બ્રિટનને દવાઓ આપવાનુ વચન આપ્યુ છે જેના માટે યુકેએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર માન્યો છે. ઉલ્લેખનીય છે કે વિશ્વમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા 15 લાખને પાર જઈ ચૂકી છે જ્યારે આ મહામારીથી 88 હજારથી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે. અમેરિકામાં સૌથી વધુ સંક્રમિત દર્દીઓ હોવાથી અમેરિકા ભયાનક સંકટ સામે ઝઝુમી રહ્યુ છે. આ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પાસે મદદ માંગી ત્યારબાદ પીએમ મોદીએ અમેરિકાને હાઈડ્રોક્સીક્લોરોક્વીન દવા મોકલવાની મંજૂરી આપી દીધી છે. આના માટેડોનાલ્ડ ટ્રમ્પે ટ્વિટ કરીને પીએમ મોદીનો આભાર પણ માન્યો છે.

આ રીતે ભારત સરકારે બ્રિટનને પેરાસિટામોલના નિકાસ માટે મંજૂરી આપી દીધી છે ત્યારબાદ ભારતમાં કાર્યવાહક ઉચ્ચાયુક્ત જાન થૉમ્પસને ટ્વિટ કરીને કોરોના વાયરસ જેવા વૈશ્વિક પડકારને નિપટવા માટે બ્રિટન સાથે કામ કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર માન્યો. જાન થૉમ્પસને લખ્યુ, બ્રિટનને પેરાસિટામોલના નિકાસને મંજૂરી આપવા માટે પીએમ મોદી અને ભારત સરકારનો આભાર. કોવિડ 19 સામે લડાઈમાં વૈશ્વિક સહયોગ મહત્વપૂર્ણ છે. બ્રિટન અને ભારતનો વૈશ્વિક પડકારોનો સામનો કરવામાં 'ફોર્સ ફૉર ગુડ' તરીકે એકસાથે કામ કરવાનો ટ્રેક રેકૉર્ડ રહ્યો છે.

આ પણ વાંચોઃ મહારાષ્ટ્રઃ એક વર્ષ સુધી MLAsની સેલેરીમાં 30% ઘટાડાનુ એલાનઆ પણ વાંચોઃ મહારાષ્ટ્રઃ એક વર્ષ સુધી MLAsની સેલેરીમાં 30% ઘટાડાનુ એલાન

English summary
Indian government gives approval to export of paracetamol Britain says thank you to PM Modi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X