For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતીય નૌસેનાની તાકાતમાં થયો વધારો, બ્રહ્મોસ મિસાઇલનું સફળ પરીક્ષણ

ભારતની સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) એ ફરી એક વાર દેશના દુશ્મનોને આંચકો આપ્યો છે.

|
Google Oneindia Gujarati News

ભારતની સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) એ ફરી એક વાર દેશના દુશ્મનોને આંચકો આપ્યો છે. ગુરુવારે, ભારતીય નૌસેનાએ અરબી સમુદ્રમાં બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. આ સિદ્ધિ બાદ દેશની સંરક્ષણ પ્રણાલી વધુ મજબૂત બની છે, તેમજ ભારત પર ખરાબ નજર રાખનારા દેશોને પણ જોરદાર સંદેશ મળ્યો છે. આ મિસાઇલ DRDO દ્વારા વિકસાવવામાં આવી છે.

Indian Navy

નોંધપાત્ર વાત એ છે કે ગુરૂવારે પરીક્ષણ બાદ ડીઆરડીઓની સફળતામાં બીજો રેકોર્ડ ઉમેરવામાં આવ્યો છે. આ પહેલા સોમવાર અને મંગળવારે, ભારતીય વાયુસેનાએ આંદામાન અને નિકોબારના ટ્રોક આઇલેન્ડ પર બ્રહ્મોસ મિસાઇલનું સફળ પરીક્ષણ પણ કર્યું હતું. આ મિસાઇલે 300 કિ.મી. દૂર લક્ષ્ય પર ચોક્કસ નિશાનો લગાવ્યો હતો. બ્રહ્મોસને ભારતની સૌથી સફળ મિસાઇલ માનવામાં આવે છે.

આ પણ વાંચો: ISROએ સફળતાપૂર્વક લૉન્ચ કર્યુ કાર્ટોસેન્ટ-3 સેટેલાઈટ, સેનાને કરશે મોટી મદદ

English summary
indian navy successfully test fires drdo developed brahmos supersonic cruise missile
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X