For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પીએમ મોદી જ્યાં ચા વેંચતા હતા, તે રેલવે સ્ટેશનને ભેટ મળી

કેન્દ્રીય રેલવે પ્રધાન પિયુષ ગોયલે ગુજરાતમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી માટે એક અનોખી ભેટ આપી છે.

|
Google Oneindia Gujarati News

કેન્દ્રીય રેલવે પ્રધાન પિયુષ ગોયલે ગુજરાતમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી માટે એક અનોખી ભેટ આપી છે. અહીં નાના શહેરોને મોટા શહેરો સાથે જોડતી 9 ટ્રેનો શરૂ કરવામાં આવી છે. મોદીના વતન વડનગરની પણ ખાસ કાળજી લેવામાં આવી છે. બાળપણમાં, મોદી આ વડનગર રેલ્વે સ્ટેશન પર ચા વેચતા હતા, હવે તેમની જૂની દુકાનને તે જ જગ્યા પર એક નવો દેખાવ આપવામાં આવ્યો છે. એટલું જ નહીં વડનગર-મહેસાણા વચ્ચેની ટ્રેન પણ શરૂ કરી દેવામાં આવી છે. રેલવેએ કોઈપણ વધારાના રોકાણો વિના 9 'સેવા સર્વિસ' ટ્રેનો શરૂ કરી છે.

પ્રધાનમંત્રીને ભેટ આપી

પ્રધાનમંત્રીને ભેટ આપી

ગોયલ કહે છે કે આ તમામ ટ્રેનો કોઈપણ વધારાના ખર્ચ અથવા રોકાણ વિના શરૂ કરવામાં આવી છે, જે હાલના સંસાધનોના મહત્તમ ઉપયોગનું સારું ઉદાહરણ છે. વડનગરમાં ચા વેચનાર દેશના વડા પ્રધાન બન્યા, તે જ શહેરમાં પણ રેલ્વે નવી ટ્રેન શરૂ કરી છે અને વડા પ્રધાનને ભેટ આપી છે.

આ ટ્રેનો રોજ ચાલશે

આ ટ્રેનો રોજ ચાલશે

રેલવે મંત્રીએ કહ્યું કે 9 'સેવા સર્વિસ' ટ્રેનોમાં દિલ્હીથી શામલી, ભુવનેશ્વરથી નયાગઢ કસ્બા, મુરકોન્ગસેલેકથી ડિબ્રુગઢ અને કોઈમ્બતુરથી પલાની વાળી ટ્રેનોનો સમાવેશ થાય છે. આ ટ્રેનો રોજ ચાલશે.

આ ટ્રેનો અઠવાડિયામાં 6 દિવસ ચાલશે

આ ટ્રેનો અઠવાડિયામાં 6 દિવસ ચાલશે

વડનગરથી મહેસાણા, અસર્યાથી હિંમતનગર, કરુરથી સાલેમ, યસવંતપુરથી તુમ્કુર, કોઈમ્બતુરથી પોલાચી ટ્રેન સપ્તાહમાં 6 દિવસ દોડશે. જોકે, કોટા-ઝાલાવાડ વચ્ચે સર્વિસ ટ્રેનનું ઉદ્ઘાટન હાલના સમય માટે મુલતવી રાખવામાં આવ્યું છે.

આ પણ વાંચો: અમિત શાહઃ આપણે સ્વતંત્ર છીએ, આપણા ઈતિહાસને ફરીથી લખવાનો યોગ્ય સમય

English summary
Indian Railways gift to PM Modi's hometown vadnagar railway station
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X