અમિત શાહઃ આપણે સ્વતંત્ર છીએ, આપણા ઈતિહાસને ફરીથી લખવાનો યોગ્ય સમય
ભારતના ગૃહમંત્રી અમિત શાહ ગુરુવારે ઉત્તર પ્રદેશના વારાણસીમાં એક કાર્યક્રમને સંબોદિત કરવા પહોંચ્યા.
ભારતના ગૃહમંત્રી અમિત શાહ ગુરુવારે ઉત્તર પ્રદેશના વારાણસીમાં એક કાર્યક્રમને સંબોદિત કરવા પહોંચ્યા. તેમણે કહ્યુ, હવે સમય આવી ગયો છે કે આપણે નવો ઈતિહાસ લખીએ. આના માટે આપણે આગળ આવવુ પડશે. પહેલા કોણે શું ઈતિહાસ લખ્યો તેના પર ચર્ચા કરવાની જરૂર નથી, આ સમય સત્યની શોધ કરીને ઈતિહાસના પુનર્લેખનનો સમય છે. તમને જણાવી દઈએ કે અમિત શાહ વારાણસીના બનારસ હિંદુ યુનિવર્સિટી (બીએચયુ)માં આયોજિત ગોષ્ઠીમાં ત્યાં પહોંચ્યા છે. ગૃહમંત્રીના આ કાર્યક્રમમાં અમુક છાત્રોએ વિરોધ પણ કર્યો છે જે કારણે થોડી ઝડપ પણ જોવા મળી છે.

અમિત શાહે બીએચયુમાં આયોજિત ગુપ્ત વંશના વીરઃ સ્કંદગુપ્ત વિક્રમાદિત્યનો ઐતિહાસિક પુનઃ સ્મરણ તેમજ ભારત રાષ્ટ્રના રાજકીય ભવિષ્ય વિષય પર ગોષ્ઠીનો દીપ પ્રજ્વલિત કરી ઉદઘાટન કર્યુ. કાર્યક્રમ દરમિયાન અમિત શાહે સ્કંદગુપ્ત વિક્રમાદિત્યના ઈતિહાસ વિશે પણ ચર્ચા કરી. તેમણે કહ્યુ કે વિક્રમાદિત્યને જેટલી પ્રસિદ્ધિ મળઈ તે કદાચ જ કોઈ બીજા ગુપ્ત વંશને મળી છે પરંતુ તેમની સાથે ઈતિહાસમાં અન્યાય થયો. તેમના પરાક્રમ વિશે ઈતિહાસમાં એ વાતો નથી જણાવવામાં આવી જે જણાવવી જોઈએ.
તેમણે કહ્યુ મૌર્ય વંશ અને ગુપ્ત વંશે ભારતીય સંસ્કૃતિને ત્યારના વિશ્વના સર્વોચ્ચ સ્થાન પર પહોંચાડ્યુ. ગુપ્ત સામ્રાજ્યની સૌથી મોટી નિષ્ફળતા એ રહી કે તેમણે અખંડ ભારત બનાવવા માટે વૈશાલી અને મગધ સામ્રાજ્ય વચ્ચેનુ યુદ્ધ ખતમ કરાવ્યુ. સ્કંધગુપ્તને ઈતિહાસમાં ખૂબ પ્રસિદ્ધિ મળી પંતુ તેમની સાથે અન્યાય પણ થયો છે. ઈતિહાસમાં તેમના પરાક્રમ વિશે બહુ ઓછુ લખવામાં આવ્યુ છે.
ગૃહમંત્રીએ પંડિત મદન મોહનને યાદ કરીને કહ્યુ, જ્યારે તેમણે કાશી હિંદુ વિશ્વ વિદ્યાલયની સ્થાપના કરી ત્યારથી લઈને આજ સુધી વિશ્વવિદ્યાલય ભારતની સંસ્કૃતિને જાળવી રાખવા માટે અડગ ઉભો છે. શાહે આગળ કહ્યુ, આપણે સ્વતંત્ર છીએ અને આપણા ઈતિહાસનુ સંશોધન કરીને તેને પુનઃ લખવાની જરૂર છે. મને ભરોસો છે કે પોતાના ઈતિહાસમાં સત્યનુ તત્વ છે એટલા માટે તે જરૂર પ્રસિદ્ધ થશે.
છાત્રો અને દુકાનદારો વચ્ચે થઈ ઝડપ
જે સમયે અમિત શાહ બીએચયુ પહોંચ્યા તેના બે દિવસ પહેલા જ છાત્રો અને બીએચયુ હોસ્પિટલની બહાર દુકાનદારોમાં મારપીટ અને પત્થરમારાનો મામલો સામે આવ્યો હતો. જોરદાર બબાલમાં ઘણા લોકોને ઈજા પણ થઈ. ગુસ્સે થયેલા છાત્રોએ બીએચયુનો મુખ્ય દરવાજો બંધ કરી દીધો. ઘણી વાર સુધી મનાવ્યા અને વ્યક્તિની ધરપકડ બાદ તેમણે દરવાજો ખોલ્યો. બુધવારે પણ છાત્રો અને દુકાનદારો વચ્ચે ઝડપ થયાના સમાચાર આવ્યા હતા.












Click it and Unblock the Notifications
