અવિશ્વાસ પ્રસ્તાવ પહેલા ડૉલર સામે રૂપિયો 69.12 ની સૌથી નીચી સપાટીએ
ગુરુવારે ડૉલરના મુકાબલે રૂપિયો ઐતિહાસિક કડાકા સાથે બંધ થયો હતો. જ્યારે શુક્રવારે આમાં પણ કડાકો જોવા મળ્યો છે.
ગુરુવારે ડૉલરના મુકાબલે રૂપિયો ઐતિહાસિક કડાકા સાથે બંધ થયો હતો. જ્યારે શુક્રવારે આમાં પણ કડાકો જોવા મળ્યો છે. તે તૂટીને 69.12 ના સ્તર પર પહોંચી ગયો છે. આ અત્યાર સુધીની સૌથી મોટો કડાકો છે. અમેરિકી ડૉલરની તુલનામાં રૂપિયો ગુરુવારે 43 પૈસા તૂટીને 69.05 પર બંધ થયો હતો.

જણાવવામાં આવી રહ્યુ છે કે ફેડરલ રિઝર્વના ચેરમેનની અમેરિકી અર્થવ્યવસ્થા પર ટીપ્પણીથી ડૉલર એક વર્ષના ઉચ્ચ સ્તર પર પહોંચવા સાથે રૂપિયો તૂટ્યો છે. કોઈ એક જ દિવસમાં 29 મે બાદ આ સૌથી મોટો કડાકો નોંધવામાં આવ્યો છે. આ પહેલા 28 જૂને રૂપિયો 69.10 ના રેકોર્ડ લઘુત્તમ સ્તર પર જતો રહ્યો હતો.
રૂપિયો શરૂઆતના કારોબારમાં બેંકો તથા આયાતકારોની અમેરિકી કરન્સીની ભારે માંગ વચ્ચે કડાકા સાથે 68.72 પર પહોંચી ગયો હતો. વેપારીઓ અનુસાર અમેરિકી ફેડરલ રિઝર્વ બેંકના ચેરમેનના નિવેદન તથા ઘરેલુ સ્તર પર સંસદમાં રજૂ થયેલ અવિશ્વાસ પ્રસ્તાવ જેવા કારણોથી રૂપિયામાં કડાકો થયો છે.












Click it and Unblock the Notifications
