શ્રીનગર એરપોર્ટ પરથી હેન્ડગ્રેનેડ સાથે ઝડપાયો સેના જવાન

Written By:
Subscribe to Oneindia News

સોમવારે સવારે શ્રીનગર એરપોર્ટ પરથી એક જવાનની બે હેન્ડ ગ્રેનેડ સાથે ધકપકડ કરવામાં આવી છે. આ જવાન શ્રીનગરથી દિલ્હી રવાના થવાનો હતો. શ્રીનગર એરપોર્ટ પર તેના બેગની તપાસ કરતાં તેમાંથી બે હેન્ડ ગ્રેનેડ મળી આવ્યા હતા. કહેવાઇ રહ્યું છે કે, તે આ હેન્ડ ગ્રેનેડ દિલ્હીમાં કોઇને આપવાનો હતો.

hand granade

આ જવાનની પૂછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે, આ ગ્રેનેડ તેના એક અધિકારીના છે, જે તેણે દિલ્હી નિવાસી કોઇ ખાસ વ્યક્તિને સોંપવાના છે. એરપોર્ટ પર તેના બેગની સ્કેનિંગ દરમિયાન આ બે હેન્ડ ગ્રેનેડ મળી આવ્યા હતા.

અહીં વાંચો - શ્રી કૃષ્ણ અંગે કરી ચર્ચાસ્પદ ટિપ્પણી, બે પોલીસ ફરિયાદ દાખલ

પ્રાપ્ત માહિતી અનુસાર આ જવાન પશ્ચિમ બંગાળ ના દાર્જિલીંગ પાસેના એક ગામનો રહેવાસી છે. તેનું નામ ભૂપલ મુખિયા હોવાનું બહાર આવ્યું છે. આ જવાન જમ્મુ-કાશ્મીરના ઉરીમાં ફરજ બજાવતો હતો. ઉલ્લેખનીય છે કે, છેલ્લા બે મહિનામાં આ બીજી વાર છે જ્યારે કોઇ સેનાના કર્મચારીની બેગમાંથી હથિયાર કે વિસ્ફોટક પદાર્થ મળી આવ્યા હોય. હાલ આ જવાનને પોલીસ કસ્ટડીમાં રાખી તેની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે.

English summary
An Indian soldier carrying 2 hand grenades arrested at Srinagar airport.
Please Wait while comments are loading...