અવકાશી ઇતિહાસમાં ભારતનું ઐતિહાસિક કદમ, ભારતનું ચંદ્રયાન 3 સફળતાપુર્વક ચંદ્ર ઉતર્યુ
ભારતને અવકાશી ઇતિહાસમાં એક વિશાળ કદમ રાખતા પુરી દુનિયાને ચૌકાવી દીધી છે અને ચંદ્રના સાઉથ પોલ પર ઉતરનારો પહેલો દેશ બની ગયો છે.

ભારતનું ચંદ્રયાન 3 મિશન 41 દિવસની યાત્ર બાદ ચંદ્રની ધરતી પર ઉતરી ગયુ છે. આ કદમ સાથે જ ભારત સ્પેસમાં પુરી દુનિયામાં એક મહત્વનો દેશ તરીકે ઉભર્યો છે. ભારતનું ચંદ્રયાન બીજા પ્રયાસમાં જ ચંદ્ર પર ઉતરી ગયુ છે. આ સાથે સાઉથ પોલ પર સોફ્ટ લેન્ડિંગ કરનારો ભારત પહેલો દેશ બની ગયો છે.
જણાવી દઈએ કે ભારતનું ચંદ્રયાન-3 41 દિવસની સફર બાદ ચંદ્રની ધરતી પર ઉતરવામાં સફળ રહ્યું છે અને આવનારા એક ચંદ્ર દિવસ અને પૃથ્વીના 14 દિવસ સુધી ચંદ્રની ધરતીનો વિવિધ રીતે અભ્યાસ કરશે અને તેના ડેટા પૃથ્વી પર મોકલશે.
અહીં એ પણ જાણવુ જરૂરી છે કે ચંદ્રયાન 3 પહેલા ભારતે ચંદ્રયાન 3 દ્વારા ચંદ્રની સપાટી પર ઉતરવા માટે પ્રયાસ કર્યો હતો. જો કે આ વખતે ભારત ચંદ્ર પર પહોંચવામાં નિષ્ફળ રહ્યું હતુ. હવે ભારતે ચંદ્રના સાઉથ પોલ પર ઉતરીને દુનિયાને ચૌકાવી દીધી છે.












Click it and Unblock the Notifications
