For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વરિષ્ઠ વકીલ ઈન્દિરા જયસિંહે સીજેઆઈ સામે ચાલી રહેલ કેસમાં કરી મોટી માંગ

સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટીસ રંજન ગોગોઈ પર જે રીતનો યૌન શોષણનો આરોપ લાગ્યો છે ત્યારબાદ સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ અને એક્ટિવિસ્ટ ઈન્દિરા જય સિંહે મોટી માંગ કરી છે.

|
Google Oneindia Gujarati News

સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટીસ રંજન ગોગોઈ પર જે રીતનો યૌન શોષણનો આરોપ લાગ્યો છે ત્યારબાદ સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ અને એક્ટિવિસ્ટ ઈન્દિરા જય સિંહે માંગ કરી છે કે જસ્ટીસ રંજન ગોગોઈ સામે સ્વતંત્ર અને સાચી તપાસ થવી જોઈએ. તેમણે કહ્યુ કે મહિલા વકીલ સુપ્રીમ કોર્ટની અંદર સુરક્ષિત નથી અનુભવતી. તમને જણાવી દઈએ કે જસ્ટીસ ગોગોઈ પર યૌન શોષણનો આરોપ લાગ્યો છે જેની તપાસ ચાલી રહી છે.

Indira Jaisingh

કોર્ટે કહ્યુ બંને અલગ અલગ કેસ

સુપ્રીમ કોર્ટની વિશેષ બેંચના પ્રમુખ જસ્ટીસ અરુણ મિશ્રાને ઈન્દિરા જયસિંહે કહ્યુ કે જે રીતે વકીલ ઉત્સવ સિંહ બેંસે કહ્યુ છે કે મુખ્ય ન્યાયાધીશને ફસાવવા માટેનું મોટુ ષડયંત્ર છે તેના આધારે ત્રણે જજોની બેંચને સીજેઆઈ સામે તપાસ દરમિયાન પૂર્વાગ્રહયુક્ત ન હોવુ જોઈએ અને આ કેસની સ્વતંત્ર અને નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. આ બેંચમાં જસ્ટીસ આર એફ નરીમન, જસ્ટીસ દીપક ગુપ્તા પણ શામેલ છે. બેંચે કહ્યુ કે બંને અલગ અલગ કેસ છે અને તપાસમાં કોઈ પણ પ્રકારનો કોઈ પૂર્વાગ્રહ નહી થાય.

નિષ્પક્ષ તપાસની માંગ

ઈન્દિરા જયસિંહે કહ્યુ કે હું બારની વરિષ્ઠ વકીલ તરીકે કોર્ટમાં હાજર થઈ રહી છુ. આનુ કારણ છે કે મહિલા વકીલ હોવાના કારણે અમે ન્યાયપાલિકા અને આની સત્યનિષ્ઠા વિશે ચિંતિત છીએ. તેમણે કહ્યુ કે હું તમને અવગત કરાવવા ઈચ્છુ છુ કે હું સુપ્રીમ કોર્ટમાં સુરક્ષિત નથી અનુભવતી, હું માંગ કરુ છુ કે સમગ્ર કેસની નિષ્પક્ષ અને સ્વતંત્ર તપાસ હોવી જોઈએ.

તપાસ કમિટીની રચના

તમને જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટના સીજેઆઈ રંજન ગોગોઈ સામે કથિત યૌન ઉત્પીડનના આરોપોની તપાસ માટે જસ્ટીસ એસ એ બોબડેના નેતૃત્વમાં ત્રણ સભ્યોની સમિતિની રચના કરવામાં આવી છે. આ જજોમાં જસ્ટીસ એસ એ બોબડે, જસ્ટીસ એન વી રમન અને જસ્ટીસ ઈન્દિરા બેનર્જી શામેલ છે. જસ્ટીસ બોબડે રંજન ગોગોઈ બાદ સૌથી વરિષ્ઠ જજ છે. સીજેઆઈએ પોતાની સામે લાગેલા આરોપને ફગાવીને આને ન્યાયપાલિકા માટે ખતરો ગણાવ્યુ હતુ.

આ પણ વાંચોઃ રોહિત શેખરની હત્યાની રાત, 90 મિનિટમાં અપૂર્વાએ કરી દીધો ખેલ ખતમઃ પોલિસઆ પણ વાંચોઃ રોહિત શેખરની હત્યાની રાત, 90 મિનિટમાં અપૂર્વાએ કરી દીધો ખેલ ખતમઃ પોલિસ

English summary
Indira Jaisingh says women advocates do not feel safe in Supreme court demand fair enquiry in CJI case.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X