For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સ્વચ્છ ભારતઃ કેન્દ્ર સરકારના સ્વચ્છતા સર્વેક્ષણમાં ઈંદોર બન્યુ દેશનુ સૌથી સ્વચ્છ શહેર

મધ્ય પ્રદેશના ઈંદોરને કેન્દ્ર સરકારના સ્વચ્છતા સર્વેક્ષણમાં સતત ચોથી વાર દેશનુ સ્વચ્છ શહેર જાહેર કરવામાં આવ્યુ.

|
Google Oneindia Gujarati News

મધ્ય પ્રદેશના ઈંદોરને કેન્દ્ર સરકારના સ્વચ્છતા સર્વેક્ષણમાં સતત ચોથી વાર દેશનુ સ્વચ્છ શહેર જાહેર કરવામાં આવ્યુ. સર્વેક્ષણમાં પહેલી વાર ત્રિમાસિકના પરિણામો (એપ્રિલથી જૂન)માં ભોપાલ બીજા સ્થાન પર છે જ્યારે બીજા ત્રિમાસિકના પરિણામો (જુલાઈ-સપ્ટેમ્બર)માં રાજકોટને બીજુ સ્થાન મળ્યુ છે. ઈંદોરની સૌથી ખાસ વાત છે કે આ દેશનુ પહેલુ શહેર છે જ્યાં કચરાનુ 100 ટકા પ્રોસેસિંગ, બિલ્ડિંગ મટિરીયલ અને ખરાબ નિર્માણ સામગ્રીનુ કલેક્શન તથા તેનો નિકાલ કરવામાં આવે છે.

indore

આ સાથે જ કચરો ઉઠાવવામાં લાગેલા વાહનોનુ મોનિટરિંગ માટે જીપીએસ તથા કંટ્રોલ રૂમ, દરેક ઝોન માટે અલગ અલગ ટીવી સ્ક્રીન લગાવવામાં આવ્યા છે. વળી, પહેલા ત્રિમાસિકના પરિણામોમાં ત્રીજુ સ્થાન ગુજરાતના સુરતને મળ્યુ છે. બીજા ત્રિમાસિકના પરિણામોમાં નવી મુંબઈને ત્રીજુ સ્થાન મળ્યુ છે. 10 લાખથી ઓછી જનસંખ્યા મામલે ઝારખંડના જમશેદપુરને પહેલુ સ્થાન મળ્યુ છે.

કોંગ્રેસ નેતા અને પ્રવકતા ગૌરવ વલ્લભે આ અંગે ટ્વિટ કર્યુ છે. તેમણે લખ્યુ છે, 'દેશના સર્વશ્રેષ્ઠ સ્વચ્છ શહરો (10 લાખથી ઓછી વસ્તી) માં પ્રથમ સ્થાને છે આપણુ જમશેદપુર. જમશેદપુર અને અહીંના લોકો પર ગર્વ છે. ક્લીન સિટી અને ગ્રીન સિટી જમશેદપુર વાસ્તવમાં મહાત્મા ગાધીના સ્વચ્છતાના સંદેશાઓને ધરાતલ પર ઉતારવાની દિશામાં આગળ વધી રહ્યુ છે. શહેરના જાગૃત સાથીઓને અભિનંદન.'

આ પણ વાંચોઃ પતિની આ આદતથી કંટાળેલી પત્નીએ છોડ્યુ ઘર, 3 વર્ષ પહેલા કર્યા હતા લવ મેરેજઆ પણ વાંચોઃ પતિની આ આદતથી કંટાળેલી પત્નીએ છોડ્યુ ઘર, 3 વર્ષ પહેલા કર્યા હતા લવ મેરેજ

English summary
Indore becomes the cleanest city in central government cleanliness survey Swachh Bharat mission.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X