• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

લવ, સેક્સ ઔર ધોકા: ઇંદ્રાણી-મારિયા બે અલગ મહિલાઓનો એક જ અંત!

|

ઇંદ્રાણી મુખર્જી અને મારિયા સૂસઇરાજ આ બન્ને મહિલાઓ ભલે ભારતના અલગ અલગ વિસ્તારમાંથી આવી હોય, ભલે તેમના જીવનમાં અલગ અલગ વળાકં આવ્યા હોય પણ તેમની મહત્વકાંક્ષા, લાલચ અને પૈસાની ચમકે તેમનો અંત એક જોવા જ કર્યો. આ બન્ને હાલ જેલમાં હવા ખાઇ રહી છે. એટલું જ નહીં તેમણે ક્રૂરતાની તમામ હદો પાર કરી છે.

આ બન્નેના નામે હા આવી તો હતી ભારતના બે અલગ અલગ છેડે અહીં નામ, દામ મેળવા પણ તેમને આ નામ અને દામ તેના કંઇક અલગ જ કારણો મળ્યું. બન્નેની મહત્વકાંક્ષાએ તેમને જેલના સળિયાની પાછળ નાખી દીધા. એક સમયે આ બન્ને મહિલાઓ આલિશાન લાઇફ જીવતી હતી અને હવે જેલના સળિયા ઇંદ્રાણી મુખર્જીએ જ્યાં પોતાની જ પુત્રી શીના બોરાની કરણપ્રિય હત્યા કરીને આ વાતને લાંબા સમય સુધી છુપાવી રાખી ત્યાં જ મારિયા પર તેના નીરજ ગ્રોવર નામના પ્રોડ્યૂસરની હત્યા બાદ પુરાવા નાશ કરવાનો આરોપ છે. વળી હાલ જ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પકડાયેલી મારિયા પર 2.62 કરોડની છેતરપિંડી કરવાનો કેસ છે.

ત્યારે કેવી રીતે ભારતના અલગ અલગ વિસ્તારમાંથી મુંબઇ કંઇક બનવા આવેલી આ બન્ને તેમની જીંદગીને કંઇક અલગ જ અંજામ આપ્યો તે વિષે વિસ્તૃત જાણકારી મેળવો નીચેના આ ફોટોસ્લાઇડરમાં. જાણો ભારતના સૌથી હાઇ પ્રોફાઇલ મર્ડર કેસની આરોપી એવી આ બન્ને મહિલાઓનું શું કહાની છે.

ઇંદ્રાણી ઝેર નહીં કોકીન અને અફિણ ખાધુ હતું

ઇંદ્રાણી ઝેર નહીં કોકીન અને અફિણ ખાધુ હતું

શીના બોરા મર્ડર કેસની મુખ્ય આરોપી એવી ઇંદ્રાણીને હાલમાં જ હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી જ્યાં માનવામાં આવતું હતું કે તેણે દવાઓનો ઓવરડોઝ લીધો છે પણ હોસ્પિટલમાં તેના લોહી અને યૂરીન રિપોર્ટ મુજબ તેને કોકીન, અફિણ જેવો કોઇ નશીલો પદાર્થ ખાધો હોવાનું બહાર આવ્યું છે. નોંધનીય છે કે તેણે વાઇ ના આવવાની દવા લીધી હતી.

ઇંદ્રાણીનું રહસ્યમઇ જીવન

ઇંદ્રાણીનું રહસ્યમઇ જીવન

ઇંદ્રાણીના મિત્ર વીર સંધવીનો દાવો છે કે ઇંદ્રાણી પર બાળપણમાં પિતા ઉપેન્દ્ર દ્રારા જાતીય શોષણ કરવામાં આવ્યું હતું. ઇન્દ્રાણી નાની ઉમરે સિદ્ધાર્થ દાસ જોડે લગ્ન કર્યા હતા. જેનાથી તેને શીના અને મિખાઇલ નામે બે બાળકો હતો. જે બાદ તેણે સંજીવ ખન્ના જોડે પણ લગ્ન કર્યા હતા. સંજીવથી તેની વિધિ નામની પુત્રી પણ થઇ

ઇંદ્રાણીનું રહસ્યમઇ જીવન

ઇંદ્રાણીનું રહસ્યમઇ જીવન

જો કે તેણે મુંબઇમાં આવી સંજીવ ખન્નાને છૂટાછેડા આપવા કેસ દાખલ કરી મીડિયા ટાયકૂન પીટર મુખરેજા સાથે લગ્ન કરી દીધા. તેણે પીટરને કદી પણ નહતું કહ્યું કે તેણે શીના બોરા તેની બહેન નહીં તેની પુત્રી છે

બ્લેકમેલ કરવાનો આરોપ

બ્લેકમેલ કરવાનો આરોપ

પોલિસ માની રહી છે કે શીના ઇંદ્રાણીને બ્લેકમેલ કરતી હતી. જેના પગલે ઇંદ્રાણીએ પૂર્વ પતિ સંજીવ અને ડ્રાઇવર શ્યામ રાય સાથે મળને શીનાનું ગળુ દબાવીને હત્યા કરી દીધી.

મારિયા સૂસઇરાજ

મારિયા સૂસઇરાજ

મારિયા બોલીવૂડમાં અભિનેત્રી બનવા માંગતી હતી. મુંબઇમાં તે નેવી ઓફિસર મેથ્યુ જેરોમના પ્રેમમાં પડી. તેમણે સગાઇ પણ કરી. તે જ સમયે મારિયાના જીવનમાં નીરજ ગ્રોવરની એન્ટી થઇ

નીરજ ગ્રોવર કેસ

નીરજ ગ્રોવર કેસ

નીરજ ટીવી સિરીયલ પ્રોડ્યૂસર હતો તેણે મારિયાને એક નાનો રોલ પણ અપવડાવ્યો હતો. બન્ને વચ્ચે સંબંધો વધ્યા જે મારિયાના ફિયાન્સે મેથ્યુને ગમ્યું નહીં અને તેણે એક રાતે જ્યારે નીરજ અને મારિયા સાથે હતા ત્યારે નીરજનું કાળશ કાઢી નાખ્યું

નીરજ ગ્રોવર કેસ

નીરજ ગ્રોવર કેસ

તે બાદ મેથ્યુએ નીરજના શરીરના 30 તૂટકા કરી તેની લાશ ફેંકી દીધી. તેમાં મારિયા તેની મદદ પણ કરી. જે માટે કોર્ટે તેને ત્રણ વર્ષ સજા સંભળાવી અને મેથ્યુને 10 વર્ષની. મારિયા તો છૂટી ગઇ પણ હાલ જ તેની પર નવો આરોપ લાગ્યો છે.

2.11 કરોડનું કૌભાંડ

2.11 કરોડનું કૌભાંડ

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પોલિસે શુક્રવારે મારિયાની અટક કરી. મારિયાએ વડોદરામાં એક ટૂર અને ટ્રાવેલ્સની કંપની ખોલી. જેણે હજ યાત્રીઓની ટિકટના નામે લોકો સાથે 2.11 કરોડનું કૌભાંડ કરવાનો આરોપ છે. જે માટે પોલિસે તેને જેલના સળિયા પાછળ નાંખી છે.

મારિયા-ઇંદ્રાણી

મારિયા-ઇંદ્રાણી

ત્યારે આ બન્ને મહિલાઓ પર જે રીતના આરોપ લાગ્યા છે તે જોતા લાગી રહ્યું છે કે તેમની લાલચ જે તેમને આજે જેલના સળિયા પાછળ પહોંચાડી છે.

English summary
Traces of cocaine, opiates and amphetamines were found in the urine sample of Indrani Mukerjea which was examined by a leading private hospital when she was admitted to the government-run JJ hospital last week.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more