For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઇન્ફોસિસના સીઇઓ શિબુલાલ પાસે અમેરિકામાં છે 700 ઘર!!!

|
Google Oneindia Gujarati News

બેંગલોર, 23 જૂન : અમેરિકાના સિએટલ શહેરને ભલે માઇક્રોસોફ્ટ અને ટ્વીટરના શહેરના રૂપમાં ઓળખવામાં આવતું હોય, પરંતુ ભારતની બીજી સૌથી મોટી આઇટી કંપની ઇન્ફોસિસના સીઇઓ એસ ડી શિબુલાલનું પ્રભુત્વ અહીં ઓછું નથી. જી હા, ઇન્ફોસિસના સીઇઓ તેમના પદ પરથી 1 ઓગસ્ટના રોજ નિવૃત્ત થઇ રહ્યા છે. આ પહેલા થયેલા ખુલાસામાં બહાર આવ્યું છે કે સિએટલ શહેરમાં તેમની માલિકીના 700થી વધારે ઘર છે.

અમેરિકાના નોર્થવેસ્ટ પેસિફિક કોસ્ટ પર ખરીદવામાં આવેલા આ તમામ એપાર્ટમેન્ટ્સ શિબુલાલની પારિવારિક કંપની ઇનોવેશન્સ ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ ઇન્ડિયાની માલિકીના છે. આ ક્ષેત્રમાં અમેરિકાની મોટી મોટી કંપનીઓનું ઘર છે. આ એપાર્ટમેન્ટ્સમાં અનેક ભાડુઆત એમેઝોન, માઇક્રોસોફ્ટ, સ્ટારબક્સ અને બોઇંગ જેવી કંપનીઓના છે.

shibulal

અમેરિકામાં રિયલ એસ્ટેટની સ્થિતિથી પરિચિત સૂત્રોના જણાવ્યા અનુસાર આ એપાર્ટમેન્ટ્સની કિંમત અંદાજે રૂપિયા 600 કરોડની આસપાસ હોઇ શકે છે. આ ઉપરાંત શિબુલાલની કંપની હવે યુરોપમાં પણ પોતાના પગ પસારી રહી છે. આ સંદર્ભમાં તેમની કંપનીએ બર્લિન અને ફ્રેકફર્ટમાં એપાર્ટમેન્ટ્સ ખરીદ્યા હતા.

શિબુલાલની કંપની ભારતમાં પણ અનેક રિસોર્ટ અને રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સ ચલાવે છે. કંપની કૂર્ગમાં એક રિસોર્ટ ચલાવે છે. આ ઉપરાંત બેંગલોરની યુબી સિટીમાં બે રેસ્ટોરન્ટ્સ પણ છે. કંપની રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટની જવાબદારી શિબુલાલની દીકરી શ્રુતિ સંભાળે છે.

શિબુલાલ અને તેમના પરિવારની પાસે ઇન્ફોસિસની 2.2 ટકા ભાગીદારી પણ છે. ઇન્ફોસિસની કુલ માર્કેટ કેપિટલ અત્યારે 1,885 અબજ રૂપિયા છે. શિબુલાલ 1 ઓગસ્ટના રોજ ઇન્ફોસિસના સીઇઓ તરીકે નિવૃત્ત થશે. તેમના સ્થાને નવા સીઇઓ વિશાલ સિક્કા સ્થાન ગ્રહણ કરશે.

English summary
Infosys CEO S D Shibulal has 700 houses in US.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X