કોરોના વાયરસના દૈનિક કેસોમાં રાહત, આજે મળ્યા 29398 નવા કેસ
નવી દિલ્લીઃ દેશમાં કોરોના વાયરસના દૈનિક કેસોમાં એક વાર ફરીથી ઘટાડો જોવા મળ્યો છે. શુક્રવારે કેન્દ્રીય આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલયે કોરોના વાયરસના આંકડા જારી કરીને જણાવ્યુ કે છેલ્લા 24 કલાકની અંદર દેશમાં 29398 નવા દર્દી મળ્યા છે. વળી, આ દરમિયાન 414 લોકોના મોત કોરોના વાયરસ સંક્રમણના કારણે થયા છે. આ નવા કેસો સાથે દેશમાં કોરોના વાયરસના કુલ કેસ વધીને 97,96,770 થઈ ગયા છે. જો કે હજુ સુધી દેશના અલગ અલગ રાજ્યોમાં કોરોના વાયરસના 92,90,834 દર્દી રિકવર થઈ ચૂક્યા છે અને હાલમાં સક્રિય કેસ 3,63,749 બચ્યા છે.
આ સાથે જ આરોગ્ય મંત્રાલયે એ પણ જણાવ્યુ કે છેલ્લા 24 કલાક દરમિયાન કોરોના વાયરસના 37528 દર્દી રિકવર થયા છે અને દેશમાં દર્દીઓનો રિકવરી રેટ વધીને 94.84 ટકા થઈ ગયો છે. વળી, ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ(આઈસીએમઆર) ટેસ્ટિંગના આંકડા જારી કરીને જણાવ્યુકે અત્યાર સુધી દેશભરમાં કોરોના વાયરસના 151,632,223 સેમ્પલ ટેસ્ટ થઈ ચૂક્યા છે જેમાંથી 8,72,497 ટેસ્ટ છેલ્લા એક દિવસની અંદર કરવામાં આવ્યા છે.
દિલ્લીમાં મળ્યા કોરોનાના 2563 નવા કેસ
તમને જણાવી દઈએ કે હાલમાં જ દેશની રાજધાની દિલ્લીમાં તહેવારની સિઝન દરમિયાન કોરોના વાયરસના કેસોમાં વધારો જોવા મળ્યો હતો પરંતુ હાલમાં સ્થિતિ કંઈક સુધરી છે. બુધવારે દિલ્લીમાં કોરોના વાયરસના 2463 નવા કેસ નોંધવામાં આવ્યા. જ્યારે આ દરમિયાન 50 દર્દીઓના મોત કોરોના વાયરસ સંક્રમણના કારણે થઈ ગયા. 1 નવેમ્બર બાદ દિલ્લીમાં કોરોના વાયરસથી થતા મોતની એક દિવસમાં આ સૌથી ઓછી સંખ્યા છે. ગુરુવારે દિલ્લીના આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને જણાવ્યુ કે રાજધાનીમાં કોરોના વાયરસના દર્દીઓ માટે કુલ 18800 બેડ છે જેમાંતી હાલમાં 13 હજાર બેડ ખાલી છે. સત્યેન્દ્ર જૈને કહ્યુ કે દેશમાં એવુ કોઈ શહેર નથી જ્યાં બેડ ખાલી હોય.
શુક્રનો 11 ડિસેમ્બરે વૃશ્ચિક રાશિમાં પ્રવેશ, જાણો તેની અસર