નૌકાદળની સબમરીન સિંધુ રત્નમાં દુર્ઘટના, ઘણા સૈનિકો હોસ્પિટલમાં દાખલ

Posted By:
Subscribe to Oneindia News

મુંબઇ, 26 ફેબ્રુઆરી: મુંબઇમાં સબમરીન સિંધુરત્નમાંથી ધુમાળો જોઇને એક રેસ્ક્યૂ ઓપરેશન કરવામાં આવ્યું છે. આ દુર્ધટનામાં સાતથી આઠ નાવિકો ઇજાગ્રસ્ત થયા છે. જેઓને હેલિકોપ્ટરની મદદથી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે. રાહતની વાત એ છે કે તમામ સૈનિકોને આ સબમરીનમાંથી બેમખેમ બહાર નીકાળી લેવામાં આવ્યા છે.

જ્યારે કેટલાંક નૌસેનિકોને બેભાનીની હાલતમાં બહાર લાવવામાં આવ્યા, જેમને હેલિકોપ્ટરની મદદથી દુર્ઘટના સ્થળેથી હટાવવામાં આવ્યા અને બાદમાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. જે સમયે આ દુર્ઘટના ઘટી ત્યારે સબમરીન કિનારાથી 50 કિલોમીટર દૂર હતી. જ્યાં સબમરીનનું ટ્રાયલ ચાલી રહ્યું હતું, પરંતુ તેમાં કોઇપણ પ્રકારનો વિસ્ફોટક ન્હોતો.

sindhu ratna
ઉલ્લેખનીય છે કે સબમરીન રશિયામાં બનેલી છે, જે લગભગ 35 વર્ષ જૂની છે. આ પહેલા થોડા દિવસ પહેલા જ અપગ્રેડ કરવામાં આવ્યો અને ત્યારબાદથી તેનું ટ્રાયલ લેવામાં આવી રહ્યું હતું.

જોકે રાહતની વાત એ છે કે સબમરીનને દુર્ઘટના સમયે પાણીની સપાટી પર ચલાવવામાં આવી રહી છે. જો તેને સમુદ્રની અંદર ચલાવવામાં આવી રહી હોત અને ત્યારે આ દુર્ઘટના સર્જાઇ હોત તો ઘણી જાનહાની થઇ હોત.

English summary
Around 5 Navy personnel were injured in a mishap in submarine Sindhuratna off the cost of Mumbai.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.