ડાઉન થયુ ઇન્સ્ટાગ્રામ, યુઝર્સને લોગિન કરવામાં આવી રહી છે સમસ્યા
આઉટેજ ટ્રેકિંગ વેબસાઈટ Downdetector.comએ અહેવાલ આપ્યો છે કે 9 માર્ચના રોજ સવારે 7 વાગ્યાથી ઈન્સ્ટાગ્રામ ડાઉન છે. અત્યાર સુધીમાં 27 હજારથી વધુ લોકોએ આ અંગે ફરિયાદ કરી છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ ગુરુવાર 09 માર્ચની સવારે બંધ થઈ ગયું. આઉટેજ ટ્રેકિંગ વેબસાઈટ Downdetector.com ના રિપોર્ટ અનુસાર, હજારો ઈન્સ્ટાગ્રામ યુઝર્સે ગુરુવારે સવારે ઈન્સ્ટાગ્રામ ડાઉન હોવાની ફરિયાદ કરી હતી. આઉટેજ ટ્રેકિંગ વેબસાઈટ ડાઉન ડિટેક્ટરના રિપોર્ટ અનુસાર, 27,000થી વધુ લોકોએ ઈન્સ્ટાગ્રામ ડાઉન હોવાની ફરિયાદ કરી હતી. આ તમામ લોકોએ ફરિયાદ કરી હતી કે તેમને ઈન્સ્ટાગ્રામ પર લોગઈન કરવામાં મુશ્કેલી થઈ રહી છે.
આઉટેજ ટ્રેકિંગ વેબસાઇટ ડાઉન ડિટેક્ટર તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મને ટ્રેક કરે છે. ડાઉન ડિટેક્ટરના જણાવ્યા અનુસાર, Instagram વપરાશકર્તાઓ જાણ કરી રહ્યા હતા કે એપ્લિકેશન સવારે 7 વાગ્યાથી કામ કરી રહી નથી. નોંધાયેલા આઉટેજમાંથી 50 ટકાથી વધુ સર્વર કનેક્શન્સ સાથે સંબંધિત હતા, જેમાં 20 ટકા લોગિન સમસ્યાઓથી સંબંધિત હતા. Doudetector એ યુકેમાંથી લગભગ 2,000 અસરગ્રસ્ત વપરાશકર્તાઓની જાણ કરી. તે જ સમયે, ભારત અને ઓસ્ટ્રેલિયાથી ફરિયાદ કરનારા લોકોની સંખ્યા 1000 થી વધુ હતી.












Click it and Unblock the Notifications
