For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તિરંગાનું અપમાન જોઈ દેશ બહુ દુખી થયો, મન કી બાતમાં બોલ્યા PM મોદી

તિરંગાનું અપમાન જોઈ દેશ બહુ દુખી થયો, મન કી બાતમાં બોલ્યા PM મોદી

|
Google Oneindia Gujarati News

વડાપ્રધાન નરેન્દ્ર મોદી મન કી બાત કાર્યક્રમ દ્વારા આજે દેશને સંબોધી રહ્યા છે. જેમાં તેમણે કહ્યું કે, થોડા દિવસ પહેલાની જ વાત હતી જ્યારે આપણે બધા એકબીજાને શુભકામનાઓ આપી રહ્યા હતા, પછી આપણે લોહડી મનાવી, મકર સંક્રાંતિ મનાવી, પોંગલ, બિહુ મનાવ્યો. દેશના વિવિધ ભાગોમાં તહેવારોની ધૂમ રહી. જ્યારે હું મન કી બાત કરું છું ત્યારે એવું લાગે છે જાણે તમારી વચ્ચે તમારા પરિવારના સભ્યોના રૂપમાં ઉપસ્થિત છું.

pm modi

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે મન કી બાત કાર્યક્રમમાં ખેડૂતોની ટ્રેક્ટર પરેડ દરમ્યાન બનેલી ઘટનાનો ઉલ્લેખ કર્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે તિરંગાનું અપમાન જોઈ દેશ બહુ દુખી થયો. આપણે આગામી સમયને નવી આશા અને નવીનતાથી ભરવાનો છે. આપણે પાછલા વર્ષે અસાધારણ સંયમ અને સાહસનો પરિચય આપ્યો. આ વર્ષે પણ આપણે આકરી મહેનત કરી આપણા સંકલ્પોને શિદ્ધ કરવાના છે. આપણા દેશને વધુ તેજ ગતિએ આગળ લઈ જવાનો છે.

વર્ષ 2021ની પહેલા મન કી બાત કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે 23 જાન્યુઆરીએ આપણે નેતાજી સુભાષ ચંદ્ર બોસના જન્મ દિવસને પરાક્રમ દિવસ તરીકે મનાવ્યો અને 26 જાન્યુઆરીએ ગણતંત્ર દિવસની શાનદાર પરેડ પણ જોઈએ.

તેમણે કહ્યુ્ં કે આ વર્ષની શરૂઆતની સાથે જ કોરોનાને લઈ આપણા લડાઈને પણ લગભગ એક વર્ષ થઈ ગયું છે. જેમ કોરોના વિરુદ્ધ ભારતની લડાઈ એક ઉદાહરણ બન્યું છે, તેમ જ હવે આપણું રસીકરણ અભિયાન પણ દુનિયામાં એક મિસાલ બની રહ્યું છે. હવે સૌથી મોટા વેક્સીનેશન કાર્યક્રમ સાથે દુનિયામાં સૌથી તેજ ગતિથી આપણા નાગરિકોનું રસીકરણ પણ કરી રહ્યા છીએ. માત્ર 15 દિવસમાં ભારત પોતાના 30 લાખથી વધુ કોરોના વોરિયર્સનું રસીકરણ કરી ચૂક્યા છે, જ્યારે અમેરિકા જેવા સમૃદ્ધ દેશને આ કામમાં 18 દિવસ લાગ્યા હતા અને બ્રિટેનને 36 દિવસ.

English summary
insult of indian flag was very sad says pm modi in mann ki baat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X