For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અભિનંદનના છુટકારા વચ્ચે પાકિસ્તાનના ખતરનાક ષડયંત્રનો ખુલાસો, મળ્યાં સબૂત

અભિનંદનના છુટકારા વચ્ચે પાકિસ્તાનના ખતરનાક ષડયંત્રનો ખુલાસો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ લાંબા ઈંતેજાર અને આખરી સમય સુધી પાકિસ્તાની સેના તરફથી કરવામાં આવેલ પેંતરાબાજી બાદ આખરે ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાને પોતાના દેશની ધરતી પર ડગલું માંડ્યું. સંસદમાં પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને શાંતિની પહેલ તરીકે ભારતીય પાયલટ અભિનંદનને છોડવાનું એલાન કર્યું છતાં પાકિસ્તાન પોતાની હરકતોથી બાજ ન આવ્યું અને દિવસભર સુધી વિંગ કમાન્ડરની મૂક્તિને લટકાવી રાખી. વિંગ કમાન્ડર અભિનંદનની મુક્તિ પાકિસ્તાન પર ભારતની એક મોટી કુટનૈતિક જીત તરીકે જોવામાં આવી રહી છે. આ વચ્ચે ભારતીય ગુપ્તચર એજન્સીઓને પાકિસ્તાન તરફથી મોટા ષડયંત્રના સબૂત મળ્યા છે.

મોટું ષડયંત્ર રચી રહ્યું હતું પાક

મોટું ષડયંત્ર રચી રહ્યું હતું પાક

ઈન્ડિયા ટુડેના અહેવાલ મુજબ ભારતીય ગુપ્તચર એજન્સીઓને કંઈક એવા સબૂત મળ્યા છે, જેનાથી પાકિસ્તાનના એક મોટાં ષડયંત્રનો પર્દાફાશ થયો છે. જણાવી દઈએ કે ગુપ્ત સૂત્રોને માલુમ પડ્યું કે જમ્મુ અને કાશ્મીરમાં તહેના સુરક્ષાબળોના જવાન પાકિસ્તાનની મિલિટ્રી ઈન્ટેલિજેન્સ અને આઈએસઆઈના નિશાન પર છે. ગુપ્તચર એજન્સીઓના હાથે એક પાકિસ્તાની નંબરની ચેટ હાથ લાગી છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે પાકિસ્તાની મિલિટ્રી એજેન્સી અને કાશ્મીરમાં સક્રિય આઈએસઆઈના એજન્ટ ઘાટીમાં તહેનાત સુરક્ષાબળોના રાશન સ્ટૉકમાં ઝેર ભેળવવાની યોજના બનાવી રહ્યા છે.

રાશન ડિપોની સુરક્ષા વધારવાના આદેશ

રાશન ડિપોની સુરક્ષા વધારવાના આદેશ

ખુફિટા નોટ મુજબ જમ્મૂ અને કાશ્મીરમાં સુરક્ષાબળોના તમામ શિબિરમાં રાશન ડિપોની કડક સુરક્ષાની પુષ્ટિ કરવા માટે જરૂરી પગલાં ઉઠાવવાની વાત કહેવામાં આવી છે. ગુપ્ત સૂત્રો મુજબ દેશભરમાં સુરક્ષાબળો માટે ખરીદવામાં આવેલ દરેક પ્રકારના રાશનને કોઈ અપ્રિય ઘટનાથી બચાવવા માટે વિવિધ સ્તર પર તપાસવામાં આવશે. ગુપ્ત સૂત્રોના આ સબૂત એવા મસયે મળ્યા છે જ્યારે સીમા પર ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલ વિવાદને કારણે ઘાટીમાં તણાવનો માહોલ બનેલ છે. શુક્રવારે જ પાકિસ્તાની સેના તરફથી કરવામાં આવેલ ગોળીબારીમાં કાશ્મીરમાં ત્રણ લોકોનાં મોત થયાં.

ભારત પરત આવ્યા અભિનંદન

ભારત પરત આવ્યા અભિનંદન

જણાવી દઈએ કે અગાઉ શુક્રવારે લડાકૂ વિમાનને ધૂળ ચટાવનાર વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન પાકિસ્તાનની પકડમાંથી મુક્ત થઈ ભારત પરત આવ્યા. અટારી-વાઘા બોર્ડર પર પાકિસ્તાનના રેન્જર્સે બીએસએફને વિંગ કમાન્ડર અભિનંદન સોંપી દીધા. અભિનંદનની મુક્તિ દરમિયાન વાઘા બોર્ડર પર ભારત માતા કી જય અને વંદે માતરમના નારા ગુંઝી ઉઠ્યા હતા. અભિનંદનના સ્વાગત માટે મોટી સંખ્યામાં લોકો વાઘા બોર્ડર પાસે એકઠા થયા હતા.

પકડાયા ત્યારે પણ દેખાડી બહાદૂરી

પકડાયા ત્યારે પણ દેખાડી બહાદૂરી

ગત બુધવારે પાકિસ્તાનના ફાઈટર જેટનો પીછો કરતાં વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનનું જેટ મિગ-21 ક્રેશ થઈ ગયું અને પાકિસ્તાનની સીમામાં જ તેઓ ઈજેક્ટ ઈ ગયા. પાકિસ્તાની સેનાએ તેમને પકડી લીધા, પરંતુ સેના પકડે તે પહેલા જ વિંગ કમાન્ડરે બહાદુરી દેખાડી જરૂરી તમામ દસ્તાવેજ નષ્ટ કરી દીધા. અભિનંદન થોડાં દસ્તાવેજો ગળી ગયા તો અમૂક દસ્તાવેજોને તળાવમાં ફેંકીને નષ્ટ કરી દીધાં. સ્થાનિક લોકોથી ઘેરાયેલ અભિનંદને 15 મિનિટ સુધી હવામાં ફાયરિંગ કર્યું, જેથી કરીને લોકો તેમની નજીક ન આવી શકે. પાકિસ્તાની સેનાએ તેમની ધરપકડ કરી ત્યારે પણ તેમણે બહાદુરીનો પરિચય આપ્યો અને પાકિસ્તાની સેનાને માહિતી આપવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો. અભિનંદનની વાપસીને લઈ દેશભરમાં દુઆ કરવામાં આવી અને આખરે તેમની મુક્તિનો રસ્તો ખુલી ગયો.

મા તુઝે સલામઃ માતૃભૂમિની રક્ષા માટે અભિનંદનની માએ પુત્રને આ રીતે કર્યા તૈયાર મા તુઝે સલામઃ માતૃભૂમિની રક્ષા માટે અભિનંદનની માએ પુત્રને આ રીતે કર્યા તૈયાર

English summary
Intel Note: Pakistani MI and ISI Agents Plans To Mix Poison In Ration Of Security Forces.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X